Headline
“માટલા ઉપર માટલું” સોન્ગ ના દેવ પગલી પોતાની મહેનતની કમાણીથી પોતાની વૃદ્ધ માને જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસીને વૃદાંવન લઇ ગયા…જુઓ તસવીરો
બાજરા નો રોટલો, કઢી-ખીચડી, ગીર ગાય નું ઘી, દહીં ‘રાજભા ગઢવી’ એ ગીર ના નેહડા માં લીધું દેશી ભાણું, જુઓ વિડીયો.
બગી માં બેસી ને દુલ્હન ને મારી એવી એન્ટ્રી કે જેને જોય ને વરાજો પણ હોશ ખોય બેઠો…..જુવો વિડીયો
લગ્ન બાદ પતિ કૃણાલ ખેમુ સાથે આ આલીશાન ઘર માં રહે છે સોહા અલી ખાન,
જયારે ગધેડાને કાચ માં તેની જ સુંદરતા ને બતાવામાં આવી તો કંઈક આવું હતું ગધેડા નું રીએક્શન ! વિડીયો જોઈ ને તમે પેટ પકડી પકડી ને હસશો…
શંકરસિંહ બાપુના ઘરે આવ્યો રૂડો પ્રસંગ, પૌત્રના લગ્ન ના રિસેપશન માં આવ્યા દેશભરના મોટા મોટા રાજનેતાઓ થી લઇ ને અભિનેતાઓ, જુઓ કેવી હતી જાહોજલાલી
તમન્ના ભાટિયાએ પહેર્યો એવો ડ્રેસ કે વાંકી વળતા જ દેખાઈ ગયું અંદર નું બધુજ, બની oops મોમેન્ટ નો શિકાર, જુઓ લેટેસ્ટ તસવીરો
હોળી પછી ઉર્ફી જાવેદ ના એરપોર્ટ લુકે મચાવ્યો હંગામો, વીડિયો જોઈને લોકો એ ઉડાવી એવી મજાક કે…જુઓ વિડીયો
રાજસ્થાન ના આલીશાન કિલ્લા માં થયા હતા સ્મૃતિ ઇરાની ની દીકરીના લગ્ન, કંઈક આવો હતો લગ્ન નો માહોલ, આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને એકસાથે જોઈ ને લોકો થઇ ગયા ખુશ..જુઓ તસવીરો

આ છે 1000 વર્ષ જૂનું શિવલિંગ, અહીં આવનાર શ્રદ્ધાળુ ની બધી મનોકામના પુરી થાય છે..

ભારતના છતીસગઢ રાજ્યમાં રાજધાની રાયપુરથી 340 કિમી દૂર જગદ્દલપૂર પાસે એક પ્રાકૃતિક ધોધ આવેલો છે. આ ધોધને ભારતના નાયેગ્રા ફોલ તરીકે સરખાવવામાં આવે છે. આ ફોલ લગભગ 100 ફૂટ ઊંચાઈથી પડે છે. આ ફોલ વિધ્યાચલ પર્વતમાળામાં સ્થિત છે.

ચોમાસાની સીઝનમાં અહીં સહેલાણીઓની સંખ્યામાં ધરખમ વધારો થાય છે. આ ફોલ ઇન્દ્રાવતી નદી પર આવેલો છે. જે ઓડિશાથી નીકળી પશ્ચિમમાં થઇ ચિત્રકૂટમાં પડે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરી અંતે ગોદાવરી નદીમાં મળી જાય છે.

ચોમાસા દરમિયાન ચિત્રકૂટ ધોધ :

નદીના ઝડપી વહેણને કારણે અહીં વાદળો પેદા થાય છે. અને તેની ઉપર જ અર્ધવૃત્તાકાર આકારમાં બનું તળાવ સાથે ટકરાય છે. સૂર્યાસ્ત સમયે આ ફોલનું વિશેષ દ્રશ્ય જોવા મળે છે. આ તળાવના કિનારે નાના-નાના શિવલિંગ પણ છે. આ ફોલનું એક ઝરણું થોડે દૂર તીરથગઢમાં વહે છે.

જેનાથી 500 મીટર દૂર 1000 વર્ષ જૂનું એક શિવાલય આવેલું છે. વિશાલ પિંડ અને જલહરી સહીત આ શિવલિંગની લંબાઈ 8.4 ફૂટ જયારે તેની પહોળાઈ 7.9 ફૂટ છે. આટલું મોટું શિવલિંગ ક્યાંય જોવા નથી મળતું. આ સ્થળને સિદઈ ગુડી કહેવામાં આવે છે.

આટલું મોટું શિવલિંગ ભાગ્ય જ ક્યાંક હોય છે :

આ શિવ મંદિરને પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે. 11મી સદીમાં ચકરકોટના છિંદક નાગવંશી શાસકો દ્વારા આ શિવાલય બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પુરાતત્વ મહત્વની સાથે જ શિવરાત્રી પર 3 દીવસનો મેળો હોય છે. આ મેળામાં દૂર-દૂરથી લોકો આવે છે.

અહીંથી ચિત્રકૂટ ફોલના નજરાનો આનંદ લઇ શકાય છે. મંદિર પહોંચીને ભગવાન માહદેવના આશીર્વાદ લે છે. આમ તો આ મંદિર બહુજ નાનું છે. પરંતુ તેનું મહાત્મ વધારે છે. આ શિવલીગને જોવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

આ છે મંદિરની ચમત્કારિક કથા :

મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર ચિત્રકોટના નરેશ હરિશ્ચન્દ્રના શાસનકાળ દરમિયાન એક ગણિકા શિવાલયમાં આરાધના કરવા પહોંચી હતી. ત્યારે રાજાએ તેને મહેલમાં હાજર થાવનો આદેશ કર્યો. પરંતુ રાજાના આદેશને ગણકારીને ગણિકાએ પોતાની આરાધના ચાલુ રાખી હતી.

ત્યારે રાજાએ સિપાહીને આદેશ કર્યો કે તે ગણિકાને બાંધીને લઇ આવે. પરંતુ જયારે સિપાહી તેને બાંધવા માટે પહોંચ્યા તો ગણિકાના માથા પર સુદર્શન ચક્ર ફરવા લાગે છે. આ દ્રશ્ય જોઈને સિપાહી ઉભા રહી ગયા હતા. ત્યારથી આ સ્થાન ચક્રકોટ નામથી પ્રસિદ્ધ છે.

નજીકમાં આવેલું છે જતમઈ મંદિર :

શ્રાવણ મહિનામાં આ શિવલાયને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. મહાદેવને ફૂલ, ધતુરા, બીલીપત્રથી શૃંગાર કર્યા બાદ જલાભિષેક કરવામાં આવે છે. અહીં આવેલા શ્રદ્ધાળુઓ ક્યારે પણ નિરાશ થઈને નથી જતા.

અહીંથી થોડા અંતરે જગંલોમાં જતમઈ માતાનું મંદિર આવેલુ છે જે પણ એક ખૂબ જ સ્વર્ગિય આનંદ આપતી જગ્યા છે. આ મંદિરની પાસેથી ઝરણું પસાર થાય છે જે દર્શન કરવા જતો ભક્તોને ભીંજવીને જાય છે.

Back To Top