નોકરી, કરિયર અને વ્યાપારની દ્રષ્ટિએ વર્ષ 2020 લોકો માટે ખૂબ નિરાશાજનક રહ્યું છે. વર્ષ 2021ના આડે બસ થોડા દિવસો બાકી રહ્યાં છે. નવા વર્ષના સાથે લોકો જીવનમાં સફલતા અને સિદ્ધિઓની કામના કરે છે. જ્યોતિષ વિદ્યાઓ અનુસાર, વર્ષ 2021 નોકરી અને વ્યાપારના મામલામાં કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના જાતકોને માટે અત્યંત લાભદાયી રહી શકે છે.
કર્ક રાશિ
વર્ષની શરૂઆતમાં જ કરિયરમાં બદલાવનો યોગ છે. બદલાવ કોઈ મિત્રની મદદથી લાભકારી રહેશે. નવા વ્યવસાયના પ્રારંભ વિશે વિચારશો. જોકે ધંધાની ગતિવિધિમાં હાથ અજમાવતા પહેલા શુભેચ્છકોનો અભિપ્રાય જરૂર લો.
સિંહ રાશિ
આ વર્ષ નોકરી અને કરિયરના મામલામાં મોટો નિર્ણય લેશો. નોકરી માટે અન્ય રાજ્યોમાં અથવા વિદેશ જવું પડી શકે છે. જૂના બિઝનેસ ઉપરાંત કોઈ નવું કામ પણ શરૂ કરશો. આવકનો સ્ત્રોતો વધવાનો યોગ પણ બનશે.
વૃશ્ચિક રાશિ
આ વર્ષ નોકરીમાં મોટા પરિવર્તનનો યોગ છે. સારો અવસર મળશે. સ્થાળાંતર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત થશે. વ્યાપારની સ્થિતિ સારી રહેશે.
ધન રાશિ
આ વર્ષ નોકરી અને સ્થાળાંતર માટે તૈયાર રહો. વિદેશમાં નોકરી અથવા નવા શુભારંભનો યોગ બને છે. વ્યાપારની સ્થિતિ સ્થિર રહેશે. પૈસાની સ્થિતિ સારી રહેશે. સંપતિના મામલામાં પણ લાભ થવાનો યોગ બનશે.
મકર રાશિ
વર્ષની શરૂઆતમાં નોકરીમાં મોટો બદલાવ હશે. નોકરીના મામલામાં આખું વર્ષ સારૂ રહેવાનુ છે. જવાબદારીઓ વધશે, પદ પ્રતિષ્ઠાનો લાભ થશે. વ્યવસાયિની સ્થિતિમાં ધીરે-ધીરે જ સુધારો થશે.
કુંભ રાશિ
આ વર્ષ કરિયરનું આયોજન જરૂરી છે. નોકરીમાં સ્થિરતા બની રહેશે.ન પૈસામાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. આવકના વધુ સ્રોત ઉત્પન્ન થઈ શકે છે. બિઝનેસમાં થોડાક બદલાવ અને સુધારો કરશો, જે લાભકારી હશે.