ત્રણ વર્ષ પહેલા રસ્તા પરથી મળેલા અનાથ દીકરા ને અમેરિકાના દંપતીએ દત્તક લીધો હવે દીકરાને માતાપિતાનો પ્રેમ આપશે.

ત્રણ વર્ષ પહેલા રસ્તા પરથી મળેલા અનાથ દીકરા ને અમેરિકાના દંપતીએ દત્તક લીધો હવે દીકરાને માતાપિતાનો પ્રેમ આપશે.

ઘણા લોકોની કિસ્મત રાતોરાત ચમકી જાય છે, કહેવાય છે કે ભગવાને દરેકની કિસ્મત પોતે લખી છે. જ્યારે સમય આવશે ત્યારે તમને તે વસ્તુ જરૂરથી મળશે, આવી જ એક ઘટના સામે આવી જેણે આ કહેવતને સાચી સાબિત કરી, આજથી ત્રણ વર્ષ પહેલા પટનાના રસ્તા પરથી એક પુત્ર મળ્યો હતો. આ પુત્રને તેના માતા-પિતાએ રસ્તા પર છોડી દીધો હતો.

જે બાદ પુત્રને અનાથાશ્રમમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે બધા વિચારી રહ્યા હતા કે આ બાળકનું શું થશે, કારણ કે આ પુત્રનો એક હાથ પણ ન હતો, તેના માતા-પિતાએ તેને વિકલાંગતાના કારણે તરછોડી દીધો હતો, ઘણી તપાસ બાદ પણ તેના માતા-પિતા વિશે કોઈ માહિતી મળી ન હતી, પરંતુ અચાનક આ સદ્ભાગ્ય આવી ગયું. અપંગ અનાથ પુત્ર તેજસ્વી હતો.

અમેરિકાથી ડોક્ટર દંપતી ભારત આવ્યું તે સમયે તેમને આ અનાથ દીકરાને જોયો હતો, ત્યારે તેમનું દિલ ખુબ જ ભાવુક બની ગયું હતું, ત્યારબાદ તે દંપતીએ તરત જ નક્કી કરી દીધુ કે તે આ દીકરાને દત્તક લેશે, તે પછી અમેરિકાના દંપતીએ તે વાત પ્રસાસનને કરી તો તેમની બધી તપાસ કરીને દીકરાને દત્તક આપવાનું નક્કી કર્યું હતું.

આ વાત સાંભળીને અમેરિકાનું આ દંપતી ખુબ જ ખુશ થઇ ગયું હતું, હવે આ અનાથ દીકરો અમેરિકામાં મોટો થશે કોઈએ વિચાર્યું પણ નહિ હોય, આ અનાથ દીકરાનું નસીબ અચાનક જ આવી રીતે ચમકી ગયું હતું, તે માટે કહેવાય છે ને જેનું કોઈ નથી તેના ભગવાન હોય છે, આ અનાથ દીકરાને હવે માતા પિતાનો પ્રેમ મળશે અને દીકરો હવે પોતાના ઘરે અમેરિકા જઈને તેનું આગળનું જીવન જીવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *