દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે ભગવાને તમારા નસીબમાં જે લખ્યું છે તે આજે નહિ તો કાલે મળવાનું જ છે, હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, જ્યાં હાલમાં એક નિઃસંતાન દંપતીએ ૭૦ વર્ષની ઉંમરમાં બે જોડિયા બાળકોને જન્મ આપીને બધા લોકોને ચોંકાવી દીધા હતા, દરેક લોકો આ ઘટનાને એક ચમત્કાર સાથે સરખાવી રહ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં રહેતા તપન દત્તા અને રૂપા દત્તાને એકના એક દીકરો હતો. આ દંપતીના એકના એક દીકરાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ જવાથી દંપતી પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, ત્યારબાદ આ દંપતીએ થોડા વર્ષો તો દીકરાના વિયોગમાં કાઢ્યા, તે પછી બાળક ના હોવાના દુઃખથી આ દંપતીએ પોતાના બીજા બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું.
દંપતીની ઉંમરના કારણે આ અશક્ય લાગી રહ્યું હતું એટલે આ દંપતીએ ડોકટરની સલાહ લીધી, રૂપ બેનને ડોકટરની સારવાર પછી ગર્ભધારણ થયો હતો, ગર્ભધારણ પછી રૂપ બેનને ઉંમરના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જયારે પ્રસુતિનો સમય આવ્યો ત્યારે ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા.
તો પણ આ દંપતીએ વિશ્વાસ રાખી બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું, આ દંપતીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ દંપતીના જીવનમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. આ દંપતીએ એકસાથે બે બાળકો એમાં પણ એક દીકરો
અને દીકરીને આટલી ઉંમરે જન્મ આપ્યો તો પરિવારમાં બે બાળકોના જન્મ બાદ ખુશીઓ છવાઈ ગઈ હતી. દંપતી અને પાડોશીઓએ મળીને આ જોડિયા બાળકોનું ખુબજ ધૂમધામથી સ્વાગત કર્યું હતું.