Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

તમારુ A.C રાખો આટલા ડીગ્રી પર, તમારું લાઇટબીલ આવશે ખુબ જ ઓછું.

મિત્રો, શું તમે એમ વિચારો છો કે વીજળીનું બીલ વધારે આવી રહ્યું છે, અને ગરમી પણ સહન નથી થતી,  તો શું કરવું ? એવો કોઈ ઉપાય કરીએ કે, જેથી કરીને ગરમી પણ ઓછી લાગે અને બીલ પણ ઓછું આવે. શું આવું સંભવ છે ? જી હા, મિત્રો, આ સંભવ છે. એક એવો રસ્તો છે જેના દ્રારા તમે તમારું વીજળીનું બીલ પણ ઓછું કરી શકો અને ગરમીથી પણ છુટકારો મળે છે. તો ચાલો મિત્રો  આ વિશે વિગતે જાણીએ.

આપણા CEA એટલે કે સેન્ટર ઈલેક્ટ્રીસિટી ઓથોરીટી એ પોતાનું એક જાહેરનામું બહાર પાડ્યું છે. તે જાહેરનામામાં આપણા પાવર મિનિસ્ટર આર.કે સિંહે એક વાત કહી છે તે અનુસાર કરવામાં આવે તો તમારું વીજળીનું બીલ ખુબ ઓછું આવી શકે છે. આ સૂચનનું પાલન ખુબ જ ધ્યાનથી કરવો.

તમે એમ માનો છો કે, A.C વગર રહેવાતું નથી. પરંતુ જો તમે તમારા A.C નું તાપમાન અમુક પોઈન્ટ પર રાખશો તો તમારું બીલ જરૂરથી ઓછું આવશે. આ જાહેરનામાં અનુસાર જો તમે તમારા A.C નું તાપમાન 24 ડીગ્રીએ રાખશો તો તમારું બીલ પણ ઓછું આવે છે અને તમને ઠંડક પણ મળી રહેશે.

પાવર મિનિસ્ટર આર.કે સિંહે એવું જણાવ્યું છે કે, મોટાભાગના લોકો પોતાના A.C નું તાપમાન 16 થી 21 ડીગ્રી સુધી રાખતા હોય છે. જો તમે તમારા A.C નું તાપમાન 23 ને બદલે 24 કરો છો તો આ 1 પોઈન્ટથી 6% જેટલો પાવરનો ઓછો વપરાશ થાય છે.

કોઈ પણ માણસના શરીરનું તાપમાન 35 થી 36 ડીગ્રી જેટલું હોય છે. સરકારના એક સર્વે અનુસાર જો તમે તમારા A.C નું તાપમાન 24 ડીગ્રી રાખો છો તો તે તમારી તંદુરસ્તી માટે પણ ખુબ જ સારું છે. આ સિવાય જેટલા પણ સરકારી કાર્યાલયો, કચેરીઓ છે કે જ્યાં A.C છે ત્યાં પણ સરકારે A.C નું તાપમાન 24 ડીગ્રી રાખવા કહ્યું છે.

અને જો દરેક લોકો, સિનેમાઘરો, મોલ, એરપોર્ટ અને સરકારી કચેરીઓ A.C નું તાપમાન 24 ડીગ્રી પર જ રાખે છે. જો A.C નું તાપમાન 24 ડીગ્રી પર રાખવામાં આવે તો દર વર્ષે 20 બિલિયન યુનિટ વીજળી બચી શકે છે.

પરંતુ તેમાંથી જો 10% પણ લોકો A.C નું તાપમાન 24 રાખે તો 10 બિલિયન યુનિટ બચી શકે છે. આમ કરવાથી કાર્બન ડાયોક્સાઈડ ખુબ ઓછો બહાર આવે છે. આમ 10 બિલિયન યુનિટ બચશે. તો તેનો અર્થ એવો કે 8.2 મિલિયન જેટલો કાર્બન ડાયોક્સાઈડ ઓછો થશે.

ઉદાહરણ તરીકે એક વૃક્ષ 40 વર્ષે 1 ટન કાર્બન ડાયોક્સાઈડ પ્રોસેસ કરે છે અને જો એક વર્ષે 82,૦૦૦૦૦ ટન કાર્બન ડાયોક્સાઈડ દુર કરવા માટે 82,00000 વૃક્ષ વાવવા જોઈએ. ત્યારે તે  40 વર્ષે તેનું ફળ આપશે. તેથી મિત્રો જો તમે એક વૃક્ષ વાવી ન શકતા હો, તો કમસેકમ A.C નું તાપમાન તો 24 ડીગ્રી રાખી શકો છો.

હવે આપણે એ જાણીએ કે, કોઈ પણ A.C કંઈ રીતે કામ કરે છે. કોઈ પણ A.C માં બે યુનિટ હોય છે, એક ઇન્ડોર યુનિટ અને એક કમ્પ્રેસર. તેમાં કમ્પ્રેસરનું કામ તાપમાનને સરખું કરવાનું છે. માની લો કે, બહારનું તાપમાન 40 ડીગ્રી છે, તો બહાર 40 ડીગ્રી હોય અને રૂમની અંદરનું તાપમાન 35 ડીગ્રી થાય છે.

હવે જ્યારે તમે રૂમમાં 16 ડીગ્રી રાખો છો તો કમ્પ્રેસર ત્યાં સુધી ઠંડી હવા ફેકશે, જ્યાં સુધી તમારા રૂમનું તાપમાન 16 ડીગ્રી ન થાય અને જેવું રૂમનું તાપમાન 16 ડીગ્રી થાય એટલે તરત જ કમ્પ્રેસર બંધ થઈ જાય અને ફક્ત ફેન (પંખો) જ શરૂ રહે છે. જ્યારે તમે A.C નું તાપમાન 18 કરો છો તો ફરી કમ્પ્રેસર શરૂ થઈ જાય છે. જો તમે 16 ડીગ્રી રાખો તો મિત્રો, શિયાળા જેટલી ઠંડી લાગે. એટલે સ્વેટર કે ધાબળો પણ ઓઢવો પડે.

આમ જો તમે 24 ડીગ્રી તાપમાન રાખો છો તો કમ્પ્રેસર ત્યાં સુધી ઠંડી હવા ફેકશે જ્યાં સુધી રૂમનું તાપમાન 16 ડીગ્રી ન થઈ જાય અને જેવું તાપમાન 24 થાય કે તરત જ કમ્પ્રેસર બંધ થઈ જાય. તેથી મિત્રો જો તમે એમ માનતા હો કે, 16 ડીગ્રી એ રૂમ જલ્દી ઠંડો થાય તો તેવો ભ્રમ તોડી નાખજો. માટે 24 ડીગ્રી પર જ A.C નો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી કુલિંગ પણ રહેશે અને બીલ પણ ઓછું આવશે.

Back To Top