લસણનું તેલ ખુબ ગુણકારી હોય છે અને આ તેલનો પ્રયોગ કરીને સ્વાસ્થ્ય, વાળ અને ત્વચા સાથે જોડાયેલ કેટલીય પરેશાનીને ખતમ કરી શકાય છે. લસણનું તેલ લસણને પીસીને નીકાળી શકાય છે. લસણના તેલમાં એલીસીન અને ડાયલી સલ્ફાઇડ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ઘણા સારા છે. લસણના તેલનો પ્રયોગ કરીને રોજે રોજની કેટલીક સમસ્યાને સારી કરી શકાય છે. તો આવો જાણીએ લસણના તેલના ફાયદા.
લસણના તેલના ફાયદા.
ખીલને કરે છે દુર.
ચહેરા ઉપર ખીલ થાય ત્યારે આના ઉપર લસણનું તેલ લગાવો. લસણનું તેલ લાગવાથી ખીલ મટી જાય છે. લસણની અંદર સેલેનિયમ, એલિસિન અને વિટામિન સી મળે છે અને તે તત્વ ખીલને મટાડવા માટે ઘણા કારગર છે, ખીલ થાય ત્યારે રૂ પર થોડું લસણનું તેલ લગાવી દો અને આ રૂને ખીલ ઉપર લગાવી દો.
દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વાર ખીલ ઉપર આ તેલ લગાવો. આ તેલ લગાવતા જ ખીલનો આકાર ઓછો થવા લાગશે અને ખીલમાં રાહત મળશે. આ સિવાય તમે મુલતાની માટીમાં પણ આ તેલ નાખીને ફેસ પેક બનાવી શકો છો, આ ફેસ પેક લાગવાથી પણ ખીલ સુકાઈ જશે અને ચહેરો એકદમ ખીલવા માંડશે.
કાનના દુ:ખાવામાં મળશે રાહત.
કાનના દુ:ખાવો થાય ત્યારે થોડું લસણનું તેલ ગરમ કરીને લો અને આ તેલ સાધારણ ગરમ રહે ત્યારે કાનમાં નાખો. આ તેલ કાનમાં નાખવાથી દુ:ખાવામાં રાહત મળશે. કાનમાં દુ:ખાવાની સમસ્યા થાય ત્યારે આ તેલ દિવસમાં ત્રણ વાર ગરમ કરીને નાખો.
દાંતોના દુ:ખાવામાં મળે છે આરામ
દાંતના દુઃખાવો થવા પર જો લસણનું તેલ લગાવામાં આવે તો દાંતનો દુ:ખાવો દૂર થઇ જાય છે, એક રૂ ઉપર થોડું લસણનું તેલ લગાવો અને રૂ ને દુઃખાવા વાળા દાંત ઉપર મૂકી દો. આ તેલ લાગવાથી દાંતનો દુ:ખાવો ગાયબ થઇ જશે.
ખોડામાં(ડેન્ડ્રફ) મળશે આરામ
લસણમાં રહેલા એન્ટી ઇન્ફમેંટરી ગુણ વાળ માટે ગુણકારી સાબિત થાય છે, લસણનું તેલ વાળમાં લાગવાથી ખોડાની સમસ્યામાં આરામ મળે છે અને વાળનું ખરવું પણ બંધ થઇ જાય છે. ખોડો થાય તો અને વાળ ખરે તો અઠવાડિયામાં એકવાર લસણનું તેલ વાળમાં લગાવી દો, તે તેલ લાગવાથી વાળ મૂળથી મજબુત થઇ જશે અને તેમનું ખરવું બંધ થઈ જશે. સાથે જ ખોડો પણ ખતમ થઇ જશે.
આ રીતે તૈયાર કરો ઘરે લસણનું તેલ
લસણનું તેલ ઘરે જ બનાવી શકાય છે, લસણનું તેલ બનાવવા માટે તમારે લસણ અને જૈતુનના તેલની જરૂર પડશે.
તમે સૌથી પહેલા લસણને સારી રીતે ખલ કે મિક્ષરમાં પીસી લો, તે પછી એક કડાઈમાં જૈતુનનું તેલ અને પીસેલા લસણ નાખો. આ કડાઈને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દો અને જયારે આ તેલ ગરમ થઇ જાય, તો ગેસ બંધ કરી દો, આ તેલને ઠંડુ કરીને ડબ્બામાં નાખીને મૂકી દો અને જયારે જરૂર પડે ત્યારે આ તેલનો પ્રયોગ કરો.