Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

ફુદિનો માત્ર ચટણી માટે જ નહી પણ ઘણી બિમારીઓ નો છે રામબાણ ઇલાજ…

ચટણી માં નાખવાના મસાલા રૂપે વપરાતો ફુદીનો વાતહર ઔષધિ તરીકે ખૂબ જાણીતો છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદીનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદીનો ઉનાળામાં સારો ફાલે છે.

તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે કુંડામાં ફુદીનાના છોડને સહેલાઈથી ઉગાડી શકાય છે. જે ઘરમાં સતત ફુદીના ની સુગંધ આવતી હોય ત્યાંથી વાયુ કે શરદી ઊભી પૂંછડીએ ભાગે છે.

ફુદીનો અપચાને મટાડે છે. તેના રસના સેવનથી કફ ના બાજી ગયેલા જાળા તૂટી જઇ સસણી અને દમના દર્દોમાં રાહત મળે છે.

ફુદીનો સ્વાદુ, રુચીકર,ઊષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળ મૂત્રનો અટકાવ કરનાર છે. એ ઉધરસ, અજીર્ણ, સંગ્રહણી, અતિસાર, કોલેરા અને કૃમિનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે અને પાચનશક્તિ વધારે છે. તે પિત કરનાર અને બગડેલું ધાવણ સુધારનાર છે.

ફૂદીના ના ઔષધીય ફાયદા:

ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો પીવાથી વાયુ દૂર થાય છે અને ભૂખ ખૂબ લાગે છે.ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ-શરદીમાં તેમજ મગજ ની શરદી માટે અતિ ઉપયોગી છે.ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજીંદો તાવ મટે છે.ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી ટાઢિયો તાવ મટે છે.

વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ ઉતરે છે. ઉપરાંત વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે.ફુદીનો અને કાળી તુલસીનો રસ કાઢી તેમાં પાવલીભાર સાકર નાખીને પીવડાવવાથી મોતી ઝરા માં ફાયદો કરે છે.ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે આપવાથી ન્યુમોનિયા થી થતા અનેક વિકારો અટકી જઈ ઘણી જ ઝડપથી મટી જાય છે.

ફુદીનાના તાજા રસનું મધ સાથે સેવન કરવાથી આંતરડા ની ખરાબી અને પેટના દર્દો મટે છે.આંતરડાંની લાંબા સમયની ફરિયાદ વાળા દર્દીઓ માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.ફુદીનાનો રસ પીવાથી ઉધરસ, ઊલટી, અતિસાર અને કોલેરામાં ફાયદો થાય છે.

વાયુ અને કૃમિ મટે છે. કોલેરાનો વાવર ચાલતો હોય ત્યારે તેનું શરબત પીવું પણ સારું છે.ફુદીનાનો રસ અડધો તોલો, આદુનો રસ અડધો તોલો લઈ તેમાં સિંધવ એક માસો નાખીને પીવડાવવાથી પેટના દર્દો મટે છે.ફૂદીનાના રસના ટીપા નાકમાં પાડવાથી સળેખમમાં ફાયદો કરે છે.

ધાધર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે.ફુદીનાનો રસ પીવાથી કે તેમના પાન ખાવાથી વીંછી કરડ્યો હોય તો તેમાં રાહત થાય છે.વૈજ્ઞાનિક મત પ્રમાણે ફુદીનામાં વીટામીન ‘એ’ વધારે પ્રમાણમાં છે,વિટામિન ની દ્રષ્ટિએ તો ફુદીનો દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.

ફુદીનામાં અજમાને મળતા સર્વે ગુણો છે. ફુદીનાના અર્કમાં પણ અજમાના અર્કને મળતા બધા ગુણો છે.સલાડમાં તેનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક છે. જો તેના પાનને રોજ ચાવવામાં આવે તો દાંતના રોગ, પાયરિયા, પેઢામાંથી લોહી નીકળવું વગેરે રોગો દૂર થાય છે.એક ગ્લાસ પાણીમાં ફુદીનાના 4-5 પાંદડા ઉકાળો. ઠંડુ થવા ફ્રીઝમાં મૂકો. આ પાણીથી કોગળા કરવાથી મોઢાની વાસ દૂર થાય છે.

ફુદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફુદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે.ફુદીનો કીટાણુનાશક હોય છે.

જો ઘરની ચારે તરફ ફુદીનાના તેલનો છંટકાલ કરી દેવામાં આવે તો માખી, મચ્છર, કીડી વગેરે કીટાણુઓ ભાગી જાય છે.ફુદીનાના પાનને પીસીને તેનો લેપ કરવાથી, સ્ટીમ લેવાથી, ખીલ, ચહેરા પરની કરચલીઓ અને ડાઘામાં રાહત મળે છે.

પાણીમાં ફુદીનો , લીંબુનો રસ,  અને સંચળ નાંખી પીવાથી મેલેરિયાના તાવમાં રાહત મળે છે. એડકીની ફરિયાદ હોય તેમણે ફૂદીના પાન ચૂસવા કે તેના રસને મધ સાથે લેવાથી રાહત મળશે.ફુદીનાની ચામાં બે ચપટી મીઠું નાંખી પીવાથી ખાંસીમાં લાભ મળે છે.ફુદીનાના પાનને પીસીને મધ સાથે મિક્સ કરી દિવસમાં ત્રણવાર ચાટવાથી અતિસારમાં રાહત મળે છે.

કોલેરામાં ફુદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. ઉલ્ટી, ઝાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાક ના સમય ગાળા પર દર્દી ને પીવડાવો.

ફુદીના નો તાજો રસ મધ ની સાથે પીવાથી તાવ દૂર થાય છે તથા ન્યૂમોનિયાથી થનારા વિકારનો પણ નાશ થાય છે.પેટમાં અચાનક દુખવા આવે તો આદું અને ફુદીનાના રસમાં સીંધવ મીઠું નાંખી પીવાથી ફાયદો થશે.નાક માંથી વધારે રક્તસ્ત્રાવ થતો હોય ત્યારે  ડુંગળી અને ફુદીનાનો રસ મિક્સ કરી નાકમાં નાંખવાથી દર્દી ને આરામ થશે.

Back To Top