બોલિવૂડ સ્ટાર્સ પાસે સંપત્તિ અને ખ્યાતિની કમી નથી, તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ દરેક માટે એક મિશાઈલ બનીને ઉભરી આવે છે. જો કે, તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે મોટા મોટા સ્ટાર્સને પણ સફળતા સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
કારણ કે કોઈ પણ અભિનેતા બોલિવૂડમાં આવતાની સાથે જ હીરો નથી બની શકતો, તેની પાછળ અભિનેતાનો સંઘર્ષ પણ છુપાયેલો હોય છે.
આજની આ પોસ્ટમાં, અમે તમને તમારા 6 ફેવરિટ અભિનેતાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે બોલીવુડમાં કામ કરતા પહેલા અલગ-અલગ નોકરીમાં હાથ અઝમાવ્યો છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં ક્યા ક્યા સ્ટાર શામેલ છે.
કિયારા અડવાણી:
‘કબીર સિંહ’ માં પ્રીતિ સિંહની ભૂમિકા નિભાવીને રાતોરાત પ્રખ્યાત બનેલી અભિનેત્રી કિયારા અડવાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા પહેલા પ્રિ-સ્કૂલ ટીચિંગની જોબ કરી છે. જ્યાં તે નાના બાળકોને એબીસીડી શીખવતી હતી.
જોની લિવર:
90 ના દાયકાના પ્રખ્યાત હાસ્ય કલાકાર જોની લિવરે બધાને હસાવી હસાવીને લોતપોત કર્યા છે. તેની કોમેડીથી ભાગ્યે જ કોઈ હશે જે હસ્યા નહીં હોય. તે કોઈનું પણ ટેંશન તેમના ડાયલોગ અને એક્ટિંગથી દૂર કરે છે. જણાવી દઈએ કે જોની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા હિન્દુસ્તાન યુનિ લીવર કંપનીમાં કામ કરતો હતો. અહીંની ઇવેન્ટ્સ દરમિયાન તે કોમેડીથી દરેકના દિલ જીતી લેતો, ત્યાર પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો રસ્તો પકડ્યો.
શાહરૂખ ખાન:
આજે કિંગ ખાન ઉર્ફ શાહરૂખ ખાનની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર 50 કરોડથી વધુની કમાણી કરે છે. પરંતુ એક સમય હતો જ્યારે તે પોતે સિનેમા હોલની બહાર ટિકિટ વેચવાનું કામ કરતો હતો. એક ઇન્ટરવ્યુમાં શાહરૂખે કહ્યું હતું કે જ્યારે તેણે 50 રૂપિયા કમાયા ત્યારે તેણે તાજમહેલ જોવાનું પોતાનું સપનું પૂરું કર્યું.
સુશાંતસિંહ રાજપૂત:
સુશાંત સિંહ રાજપૂતે ખૂબ જ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. પરંતુ તેણે તેની 8 વર્ષની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. તે એન્જિનિયરિંગ છોડીને બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યા હતા. ત્યાર પછી તેને ટીવી સિરિયલમાં કામ મળી ગયું. ‘પવિત્ર રિશ્તા’ સીરિયલ એ તેની કારકિર્દીને ઘણી ઉંચાઈ પર પહોંચાડી અને છેલ્લે તે ફિલ્મોમાં કામ કરવા લાગ્યા.
નવાઝુદ્દીન સિદ્દીકી:
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ આજના સમયમાં બેસ્ટ અભિનેતાઓનીના લિસ્ટમાં શામેલ છે. તેની શાનદાર એક્ટિંગના ઘણા ચાહકો છે. જોકે આજે અહીં સુધી પહોંચવા માટે તેમણે ઘણું સ્ટ્રગલ પણ કર્યુ છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ તેમની કારકિર્દીની શરૂઆત ચોકીદાર તરીકે કરી હતી. આ પછી તે મુંબઇ આવ્યો અને અહીં નાની-મોટી ભુમિકાઓ નિભાવીને પોતાની અલગ ઓળખ બનાવી.
જેક્લીન ફર્નાડિઝ:
‘ચિટ્ટિયાં કલાઈયાઁ’ થી પ્રખ્યાત બનેલી અભિનેત્રી જેકલીન ફર્નાડિઝ એ શરૂઆતમાં શ્રીલંકા ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું છે. આ પછી, તેણે મોડેલિંગ અને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને આજે તે લાખો લોકોની પહેલી પસંદ બની ગઈ છે.