Headline
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…
વિશ્વ ની આ ટોપ મોડેલે એકદમ દેશી સ્ટાઇલ માં કરાવ્યું ફોટો શૂટ: મજેદાર ફોટાઑ જોઈ ને ફેન્સના મોઢા…
કોઈ અભિનેત્રીથી ઓછી નથી સીંગર વિજય સુવાડા ની પત્ની,જાણો હાલમા શુ કરે છે તેમની પત્ની…..
રાજકોટના આ કરુણ દ્રશ્યો તમારી આંખો ભીની કરી દેશે… માતાના નિધન બાદ ચાર દીકરીઓએ આપી અર્થીને કાંધ
કિંજલના ભાઈ આકાશ સાથે જેની સગાઈ થઇ હતી તેની સાથેની તસવીરો આવી સામે, જુઓ વાયરલ તસવીરો

સુંદરતા વધારવાની સાથે ચાંલ્લો લગાવવાથી થાય છે અનેક લાભ…

શાસ્ત્રોમાં અમુક ખાસ વસ્તુઓનું ખાસ મહત્વ દર્શાવ્યું છે. શરીર પર કઈ-કઈ વસ્તુઓ શા માટે ધારણ કરવામાં આવે છે, તેની પાછળ અમુક તથ્ય હોય છે. જેમ કે સ્ત્રીઓના કપાળ પર કરવામાં આવતો ચાંલ્લો.

કોઇપણ સ્ત્રીની સુંદરતાને વધારવાને માટે તેના કપાળ પર ચાંલ્લો કરવામાં આવે છે. આમ તો ચાંલ્લાને શ્રૃંગારનો એક ભાગ ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં સુંદરતા વધારવાની સાથે ચાંલ્લો લગાવવાના પણ અનેક લાભ ગણાવાયા છે.

સુહાગની નિશાની હોય કે મહિલાઓનો શ્રૃંગાર, માથા પર ચાંલ્લો સુંદરતા વધારે છે અને મહિલાઓની હેલ્થને માટે પણ જરૂરી ગણાય છે. વિવાહ પહેલાં છોકરીઓ ચાંલ્લો સુંદરતા વધારવા કરે છે પણ વિવાહ બાદ ચાંલ્લો સુહાગનું પ્રતિક ગણાય છે.

આજ્ઞા ચક્રના સ્થાન પર ચાંલ્લો
યોગવિજ્ઞાનના આધારે જાણીએ તો ચાંલ્લાનો સંબંધ મન સાથે જોડાયેલો હોય છે. જ્યાં ચાંલ્લો લગાવવામાં આવે છે ત્યાં આજ્ઞાચક્ર હોય છે. આ ચક્ર મનને સંગ્રહિત કરે છે. જ્યારે ધ્યાન મુદ્રામાં હોવ છો તો તમારું ધ્યાન અહીં કેન્દ્રિત થાય છે. ધ્યાન મનને નિયંત્રિત કરે છે. આ સ્થાન ઘણું પ્રભાવશાળી હોય છે. મનને એકાગ્ર કરવા માટે આ ચક્ર પર દબાવ કરવામાં આવે છે અને અહીં સ્ત્રીઓ ચાંલ્લો લગાવે છે.

ત્રીજી આંખનું સ્થાન
આજ્ઞા ચક્રના સ્થાને આ ત્રીજા નેત્રની કલ્પના કરવામાં આવી છે. આ સ્થાન પર ચાંલ્લો કરવાથી સ્ત્રીઓનું મન નિયંત્રિત રહે છે. વિચલિત થતું નથી. સામાન્ય માન્યતા છે કે મહિલાઓનું મન ચંચળ હોય છે. હાવર્ડ યુનિવર્સિટી દ્વારા હાલમાં કરાયેલા સર્વેમાં આ સાબિત થયું છે, આ કારણે ક્યારેય પણ સ્ત્રીનું મન બદલાતા સમય લાગતો નથી.

એકાગ્રતા વધારે છે ચાંલ્લો
સ્ત્રીઓ એકસાથે અનેક વિષયો પર વિચાર કરે છે. તેમના મનને નિયંત્રિત અને સ્થિર રાખવા માટે ચાંલ્લો પ્રભાવકારી બને છે. તેનું મન શાંત અને એકાગ્ર બને છે. આ ફાયદાને જોતાં પ્રાચીન ઋષિ મુનિઓ દ્વારા ચાંલ્લો કરવાની પરંપરા અનિવાર્ય રીતે શરૂ કરાઇ હતી.

આર્યુવેદ હોય કે એક્યુપ્રેશર- ચાંલ્લો હંમેશા લાભદાયી છે
ચાંલ્લાને આર્યુવેદથી લઇને એક્યુપ્રેશર સુધીમાં મહત્વ અપાયું છે. તેને મહિલાઓની હેલ્થની સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાં ઉપચારમાં મદદગાર માનવામાં આવે છે. ચાંલ્લાને ફક્ત વેશભૂષાનું અંગ માનવું યોગ્ય નથી. ચાંલ્લો લગાવવો આજથી નહીં પણ પ્રાચીન કાળથી ફક્ત ભારત જ નહીં વિશ્વ ભરમાં અપનાવાયું છે.

ચાંલ્લો લગાવવાની સાચી જગ્યા
ચાંલ્લો લગાવવાની સાચી જગ્યા બંને ભ્રમરની વચ્ચેનું મધ્યબિંદુ છે. જેને આર્યુવેદમાં શરીરનું મહત્વપૂર્ણ ચક્ર- આજ્ઞા ચક્ર કહેવામાં આવ્યું છે. આર્યુવેદ અનુસાર આ ચક્ર પર થોડા દબાવથી માનસિક શાંતિ અને ગભરાહટના ઉપચારમાં મદદરૂપ ગણાય છે. આ સ્થિતિમાં ચાંલ્લો બહુમૂલ્ય શ્રૃંગાર છે.

રોગોથી છૂટકારો આપે છે ચાંલ્લો
એક્યુપ્રેશરની વિધિથી ચાંલ્લાના સ્થાન પર ભાર બનાવીને માથાના દુઃખાવાને કંટ્રોલ કરી શકાય છે. આ બિંદુથી નસ અને રક્ત કોશિકાઓ સક્રિય બને છે. તેનાથી દર્દથી જલ્દી રાહત મળે છે. સાઇનસના દર્દીઓને માટે ચાંલ્લો કરવો લાભદાયી હોય છે કારણ કે આ પોઇન્ટ પર દબાવથી નાકની નળીનો સીધો સંબંધ અને તેની પર દબાવથી મ્યૂક્સ નિકળવું સરળ બને છે.

માનસિક શાંતિ આપે છે ચાંલ્લો
આર્યુવેદમાં ચાંલ્લો લગાવવાના સ્થાનને ન ફક્ત માનસિક શાંતિને માટે મહત્વનું ગણાય છે પણ આ અથાગ શ્રમને દૂર કરીને સારી ઊંઘને માટે પણ આવશ્યક છે. શિરોધરા વિધિથી આ બિંદુ પર દબાવ રાખીને અનિદ્રાની સમસ્યાને દૂર કરી શકાય છે.

સુપ્રાટ્રોક્લિયર નર્વ સાથે શું સંબંધ છે?
કપાળના મધ્ય ભાગ પર જ્યાં ચાંલ્લો કરવામાં આવે છે તે સુપ્રાટ્રોક્લિયર નસ સાથે સંબંધ ધરાવે છે. તેમાં આંખો અને ત્વચાને માટે જરૂરી ફાઇબર મળે છે. આ આંખોને અલગ અલગ દિસાઓમાં જોવામાં મદદ કરે છે. ચાંલ્લા લગાવવાના સ્થાનની પાસે કાનથી સંબંધિત નસ પણ પસાર થાય છે. તેના દબાવના કારણે સાંભળવાની ક્ષમતા વધે છે. અનેક પ્રકરણોમાં જોવા મળ્યું છે કે ચાંલ્લો લગાવવાથી તબિયત ઓછી ખરાબ થાય છે અને સહનશીલતા વધે છે.

કરચલીઓથી છૂટકારો આપે છે ચાંલ્લો
એક્યુપ્રેશરની વિધિમાં ચાંલ્લાના પોઇન્ટનું મહત્વ ત્વચાને કસીને રાખવામાં અને કરચલીઓને દૂર કરવાનું ગણાય છે. તેની પર ભાર પડવાથી રક્ત સંચાર વધે છે અને તે લાંબા સમય સુધી ટાઇટ રહે છે. આજે કરચલીઓ એ સામાન્ય વાત છે. એવામાં ચાંલ્લો લગાવવાનું લાભકારી અને હિતકારી છે.

ચાંલ્લો લગાવવાના શું છે નુકશાન?
ચાંલ્લો લગાવવાના કેટલાક નકારાત્મક પ્રભાવ પણ ગણાવવામાં આવ્યા છે. જેની પર ધ્યાન આપવું આવશ્યક છે. ચાંલ્લો લગાવવામાં વપરાતા પદાર્થને કારણે વાતાવરણની રજ-તમ પ્રધાન આવૃત્તિ વ્યક્તિની તરફ ખેંચાય છે.

આજ્ઞાચક્ર દ્વારા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ
સ્ત્રીઓના શરીરમાં આ આવૃત્તિઓનો પ્રવેશ માથા પરના આજ્ઞા ચક્રની મદદથી થાય છે. જેના કારણે સંબંધિત નારી શરીરમાં રજ-તમ ગુણોની વૃદ્ધિ થવા લાગે છે. તેના સિવાય માથા પર એક જ સ્થાન પર સતત ચાંલ્લો કરવાથી ત્યાં નકારાત્મક ઉર્જાનું સંકેદ્રણ થાય છે.

Back To Top