Headline
જયારે ગધેડાને કાચ માં તેની જ સુંદરતા ને બતાવામાં આવી તો કંઈક આવું હતું ગધેડા નું રીએક્શન ! વિડીયો જોઈ ને તમે પેટ પકડી પકડી ને હસશો…
શંકરસિંહ બાપુના ઘરે આવ્યો રૂડો પ્રસંગ, પૌત્રના લગ્ન ના રિસેપશન માં આવ્યા દેશભરના મોટા મોટા રાજનેતાઓ થી લઇ ને અભિનેતાઓ, જુઓ કેવી હતી જાહોજલાલી
તમન્ના ભાટિયાએ પહેર્યો એવો ડ્રેસ કે વાંકી વળતા જ દેખાઈ ગયું અંદર નું બધુજ, બની oops મોમેન્ટ નો શિકાર, જુઓ લેટેસ્ટ તસવીરો
હોળી પછી ઉર્ફી જાવેદ ના એરપોર્ટ લુકે મચાવ્યો હંગામો, વીડિયો જોઈને લોકો એ ઉડાવી એવી મજાક કે…જુઓ વિડીયો
રાજસ્થાન ના આલીશાન કિલ્લા માં થયા હતા સ્મૃતિ ઇરાની ની દીકરીના લગ્ન, કંઈક આવો હતો લગ્ન નો માહોલ, આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને એકસાથે જોઈ ને લોકો થઇ ગયા ખુશ..જુઓ તસવીરો
પવનદીપ રાજનની બહેન કોઈ અભિનેત્રીથી ઓછી નથી, તેની સુંદરતાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે
શક્તિ કપૂરની પત્ની છે ખૂબ જ હોટ અને સુંદર, માત્ર 16 વર્ષની ઉંમર માં બની ગઈ હતી માતા, તસવીરો જોઈને લોકોએ કહ્યું કંઈક આવું…
ભાવનગર થી 30 કિમી દૂર દરિયા કિનારે આવેલા આ ગામમાં આવશે ગોવા જેવી મોજ…
મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરેલી છોકરી સામે ખુબ જ કંટાળી ગયો પરિવાર…., પછી આ મહાન સંતે બદલી નાખ્યું છોકરી નું મન…

ચોખાની નહીં પણ બનાવો આખા બાજરાની તીખી અને તમતમતી ખીચડી, સ્વાદ એવો આવશે કે ફરી ફરી ખાશો

મિત્રો , હાલ શિયાળા ની ઋતુ નો પૂરજોશ મા પ્રારંભ થઈ ચુક્યો છે. આ શિયાળા ની કાતિલ ઠંડી સમક્ષ રક્ષણ મેળવવા માટે આપણા સૌ કોઈ ના ઘર મા વસાણાઓ બનવા માંડયા છે. તો તેની સાથોસાથ આ ઋતુ ને અનુરૂપ અવનવા સુપ તથા શિયાળુ શાકભાજી આવતા જ સ્વાદ પ્રિય લોકો પોતાની મનપસંદ વાનગી પણ આરોગી રહ્યા છે.

આ વાત ને અધવચ્ચે જ કાપતા આજે આ લેખ મા આપના માટે એક વિશિષ્ટ વાનગી લઈને આવ્યા છીએ , જે તમારી શિયાળા ની ઠંડી ને છૂમંતર કરી દેશે તથા આ વાનગી આ નાના બાળક થી માંડી ને વયોવૃદ્ધ સુધી ના તમામ વ્યક્તિઓ ખાઈ શકે તેવી છે. આ વિશિષ્ટ વાનગી નું નામ છે ગરમાગરમ બાજરા ની ખીચડી.

આ તીખી તમતમતી ખીચડી બનાવવા માટે ની આવશ્યક સાધન-સામગ્રી :

આખો બાજરો – ૧કપ , મગ ની દાળ – ૧/૨ કપ, જીણા સમારેલ ટમેટા – ૧ બાઉલ , ડૂંગળી બારીક સમારેલી – ૧ બાઉલ , લીલું લસણ – ૧ બાઉલ , આદુ-મરચા ની પેસ્ટ – ૧ ચમચી, મીઠો લીમડો – આવશ્યકતા મુજબ , બટેટા – ૧ બાઉલ , ગાજર – ૧ બાઉલ , કેપ્શીકમ – ૧ બાઉલ , લીલા વટાણા – ૧ બાઉલ , લીલી તુવેર – ૧ બાઉલ , કાશ્મીરી મરચુ – ૧ ચમચી, તમાલપત્ર અને સુકુ લાલ મરચુ વઘાર માટે

આ તીખી તમતમતી ખીચડી બનાવવાની વિધિ :

આ તીખી તમતમતી ખીચડી બનાવવા માટે સૌથી પહેલા બાજરી ને હૂંફાળા પાણી મા પલાળી દયો, ત્યારબાદ તમામ સબ્જી ને સમારીને તૈયાર કરી લ્યો. ત્યારબાદ કુકર મા ૧ ચમચી ઓઈલ, ૧ ચમચી ઘી મુકી વધાર મુકો. આ બધુ વ્યવસ્થિત રીતે થઈ જાય ત્યારબાદ સૌ પ્રથમ આદુ-મરચા ની પેસ્ટ તેમાં ઉમેરો , ત્યારબાદ તેમા તમાલપત્ર, સુકુ લાલ મરચુ ઉમેરો , ત્યારબાદ તેમાં લીલુ લસણ અને ડૂંગળી ને થોડા સમય માટે સાંતળો.

ડુંગળી અને લીલું લસણ વ્યવસ્થિત રીતે સંતાળાઈ જાય ત્યારબાદ તેમાં અન્ય સમારેલી સબ્જી એડ કરો. ત્યારબાદ તેમા બાજરી અને દાળ ઉમેરી ને કુકર મા ત્રણ વ્હીસલ થાય ત્યાં સુધી તેને પકાવો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ તીખી તમતમતી ખીચડી.

આ ખીચડી ને તમે ગરમાગરમ સેવન કરશો તો એક અલગ જ પ્રકાર ના આનંદ ની અનુભૂતિ થશે. જો તમે હજુ પણ વધુ સ્વાદ મેળવવા ઈચ્છતા હોવ તો આ ખીચડી ને તમે કઢી સાથે ટેસ્ટ કરો. કઢી ની સાથે આ ખીચડી નું સેવન તમને એક અલગ જ સ્વાદ નો આનંદ અપાવશે.

Back To Top