મોટાભાગે લોકોને જમવાની સાથે સાથે છાશ પીવાની કે દહીં ખાવાની આદત હોય છે. છાશ કે દહીં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદેમંદ છે. લોકો સાદું કે પછી મસાલો મિક્સ કરીને દહીં કે છાશ ખાવાનું પસંદ કરતા હોય છે.
એ તો આપણે બધા જાણીએ જ છીએ કે દૂધની અંદર છાશનું મેરવણ નાખીને આખી રાત ઢાંક્યા પછી દહીં જામે છે અને છાશ બનાવવામાં આવે છે.
દહીંને જમાવવા માટે એક રાતનો સમય વીતી જાય છે. પણ આજે અમે તમારા માટે એક એવો સરળ ઉપાય લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે માત્ર બે જ કલાકની અંદર ઢેફા જવું દહીં બનાવી શકશો.
આ રીતથી દહીં બનાવવા માટે સમયની પણ ખુબ બચત થાય છે, તેના માટે સૌથી પહેલા એક કૂકરમાં 3 ગ્લાસ પાણી ગરમ કરવા મુકો, ઉકળે નહિ ત્યાં સુધી પાણીને ગરમ કરવાનું રહેશે અને પછી ગેસ બંધ કરી દો.જેના પછી એકલીટર મલાઇવાળા દૂધમાં મોરા સ્વાદનું એક વાટકા જેટલું દહીં ઉમેરો અને આ મિશ્રણને કૂકરના ગરમ પાણીમાં મિક્સ કરી દો અને કૂકરને બે કલાક માટે બંધ કરી દો.
બે કલાક પછી કુકરનું ઢાંકણું ખોલીને જોશો તો તમને જણાશે કે એક રાતમાં જામતું દહીં માત્ર બે જ કલાકમાં જામી ગયું છે.એવામાં જો સમય હોય તો ચાર કલાક સુધી કૂકરને બંધ રાખતા ઢેંફા જેવું અને ચોસલા પડે તેવું દહીં જોવા મળશે.