Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

આ ચાર કામ રોજે નિયમીત નહી કરો તો આવી શકે છે ગરીબી…

આપણા સમાજમાં રોજિંદાં કામો અંગે ઘણી પરંપરાઓ અને માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે, આ પરંપરાઓનું પાલન કરવામાં ના આવે તો, દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ગરૂડ પુરાણ અંકના આચારકાંડમાં દૈનિક જીવન સાથે સંકળાયેલ એવાં કેટલાંક કામો વિશે જણાવવામાં આવ્યું છે, જેના વિશે આજે આપણે વાત કરીશું.

પહેલું કામઃ

કેટલાક લોકો દિવસે સમય ના મળે તો રાત્રે નખ કાપે છે, જે અપશુકન ગણાય છે. આ બાબતે એવી માન્યતા છે કે, રાત્રે નખ કાપવામાંથી ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે અને ગરીબીનું આગમન થાય છે. પ્રાચીન કાળમાં રાત્રે ઘરે અંધારું રહેતું હતું, જેના કારણે રાત્રે નખ ના કાપવાની સલાહ આપવામાં આવી હતી. ધીરે-ધીરે સમયની સાથે-સાથે આ પરંપરા બની ગઈ.

બીજુ કામઃ

જ્યોતિષ અનુસાર, ગુરૂવાર ભાગ્યનો કારક ગુરૂ એટલે કે દેવતાઓના ગુરૂનો દિવસ છે. એવી માન્યતા છે કે, જે લોકો આ દિવસે શેવિંગ કરે છે તેમને ભાગ્યનો સાથ નથી મળતો. શેવિંગ કરવા માટે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારને નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યારે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ કામ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

ત્રીજું કામઃ

સાંજના સમયે તુલસીને જળ ના ચઢાવવું જોઇએ અને તેનાં પત્તાં પણ ન તોડવાં જોઇએ. સાંજે તુલસીને અડવાની પણ મનાઇ કરવામાં આવે છે. રોજ સાંજે તુલસી પાસે દીવો કરવો જોઇએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. તુલસીને જળ ચઢાવવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે.

ચોથું કામઃ

સાંજના સમયે ઘરમાં કચરો ના વાળવો જોઇએ. આમ કરવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને ઘરમાં ગરીબી પ્રવેશે છે. સાંજ પહેલાં જ ઘરની સફાઇ કરી દેવી જોઇએ. વાસ્તુ દોષોથી બચાવા માટે આ વાતનું હંમેશાં ધ્યાન રાખવું જોઇએ.

Back To Top