ફળ-શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે લોકો તેને ફ્રીઝમાં રાખે છે. પરંતુ કેટલીક વખત તે ખરાબ થઇ જાય છે. જોકે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને ફ્રીઝમાં રાખવાની જરૂરત હોતી નથી.
કેટલીક વખત તેને ફ્રીઝમાં રાખેલી બાકીની ખાવાની વસ્તુઓ પણ ખરાબ થઇ જાય છે. એવામાં તમને આ વાત જરૂરથી ખબર હોવી જોઇએ કે કઇ વસ્તુને ફ્રીઝમાં રાખવી અને કઇ વસ્તુઓ ન રાખવી. ચાલો આજે અમે તમને જણાવીએ કે કયા ફળ -શાકભાજીને ફ્રીઝમાં ન રાખવા જોઇએ.
કેળા
કેળાને ભૂલીને પણ ફ્રીઝમાં ના રાખો. ફ્રીઝમાં રાખવાથી તે શ્યામ થઇ જાય છે. તેમાથી જે ગેસ નીકળે છે તેનાથી બાકીની વસ્તુઓ પણ ખરાબ થઇ જાય છે. કેળાને ખરાબ થવાથી બચાવવા માટે તેની દાંડી પર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દો.
કાકડી
ફ્રીજમાં કાકડી ન રાખવી જોઇએ. જો તમે ઠંડી કાકડી ખાવાનું પસંદ કરો છો તો તેને ખાવાના થોડાક સમય પહેલા ફ્રીઝમાં રાખી દો.
બટેટા
બટેટાને ફ્રીઝમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઇ જાય છે. જોકે તેમા સ્ટાર્ચ રહેલા છે. જે ખાંડમાં સુગરમાં બદલાઇ જાય છે. તે સિવાય તમે બટેટાને તડકામાં પણ ન રાખો.
લીંબુ
લીંબુને ફ્રીઝમાં ન રાખવા જોઇએ. તેનો રસ સૂકાવા લાગે છે અને સાથે સ્વાદ પણ બદલાઇ જાય છે.
ટામેટા
તમે કેટલીક વખત જોયુ હશે કે ટામેટાને ફ્રીઝમાં રાખવા છતાં પણ તે ખરાબ થઇ જાય છે. જોકે ટામેટાને ઉગાડવા માટે પાણી અને તડાકાની જરૂરત હોય છે. માટે તેને ફ્રીઝમાં રાખવા જોઇએ.