બોલિવૂડના કિંગ ખાન શાહરૂખની જેમ તેની દીકરી સુહાના ખાન પણ હાલમાં ચતત ચર્ચામાં રહે છે. સુહાના ખાન બોલિવૂડના એવા સ્ટાર કીડ્સમાંની એક છે કે જે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. સુહાના ખાન ફરી એકવાર તેની ગ્લેમરસ તસવીરના કારણે ચર્ચામાં છે.
સુહાના ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે ગ્રીન અને વ્હાઇટ કલરના ડ્રેસમાં બેઠેલી જોવા મળી રહી છે. સુહાના ખાને આ તસવીર સાથે એક ખૂબ જ ખાસ પોસ્ટ પણ લખી છે. તેણે તેની તસવીર પોસ્ટમાં લખ્યું કે, ‘હું એને લાંબા સમય સુધી ઘુરવાનું શપુ કરું એ પહેલાં એને નફરત કરવાનું શરૂ કરી દો.
સુહાના ખાનની આ પોસ્ટ અને તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યુઝરો આ પોસ્ટ પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુહાના હમણાં બોલિવૂડથી દૂર છે પરંતુ તેના ફેન્સ ફોલોઅર્સની સંખ્યા ખુબ છે. શાહરૂખ ખાનની પુત્રી હોવા ઉપરાંત સુહાના ખાન તેની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ માટે પણ ચર્ચામાં છે.