Headline
શ્રેયા ઘોષાલે ઓનલાઇન વર્ચુઅલ બેબી શાવર નું કર્યું શાનદાર આયોજન, સિંગર એ શેર કરી કેટલીક ખુબસુરત તસવીરો
આ છે બોલીવુડની ક્યારેય ન જોયેલી ખુબજ જૂની અને ખાસ તસવીરો, આજથી પહેલા ક્યારેય નહીં જોઈ હોય તમે
મહિલાએ એક સાથે આપ્યો 4 બાળકો ને જન્મ, ડિલિવરી પછી નો નજારો હતો જોવા લાયક…
શેફાલી જરીવાલા એ શેર કરી પતિ ની સાથે રોમેન્ટિક તસવીરો, માલદીવ માં મનાવી રહી છે વેકેશન
મા તો મા છે! વાઇરલ વિડિયો જોઈને તમને તમારી મમ્મી ની યાદ આવી જશે… જુઓ વીડિયો…
પોતાના જ લગ્ન ની વિધિ માં જ આ દુલ્હન સુઈ ગઈ, વરરાજા એ આ દ્રશ્ય જોતા જ કર્યું એવું કે,, જુઓ વિડીયો
સમુદ્ર ની વરચે પ્રિયંકા ચોપરા ની જેઠાણી એ બિકીની માં ફ્લોન્ટ કર્યું બેબી બંમ્પ, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો..
તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા શો ના જેઠાલાલ નું રિયલ ઘર છે રજવાડા જેવું આલીશાન, જુઓ તેનો આખા ઘર નો વિડીયો…
હજારો લોકો ને મફત મા ઘર બનાવી આપનાર ખજુરભાઈ રહે છે આ આલીશાન ઘર માં, જુવો ઘરનો ખાસ વીડિયો..

ડોક્ટર્સે ઘણા પ્રયાસો કર્યા પણ ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મના આ એક્ટરનો જીવ બચાવી ના શકયા…

ભારતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં ફરીવાર કેસ ઝડપથી વધી રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં તેના કારણે મંગળવારે, 10 નવેમ્બરના રોજ 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

મૃતકોની યાદીમાં સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના એક્ટર હરીશ બંચટા પણ સામેલ હતા. તેમને પહેલા સામાન્ય તાવ હતો. જે પછી તેમને રોહડૂથી આઈજીએમસીમાં શિફ્ટ કરાયા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘણા પ્રયાસો બાદ પણ તેમનો જીવ બચાવી શકાયો નહીં.

મંગળવારે જ કોરોના નિયમો અનુસાર હરીશના અંતિમ સંસ્કાર કરાયા હતા. દુઃખદ વાત એ છે કે હરીશના નિધનના એક દિવસ અગાઉ તેમની માતાનું નિધન થયું હતું. 24 કલાકમાં જ 2 પરિવારજનોના નિધનને કારણે સંપૂર્ણ પરિવાર આઘાતમાં છે. હરીશને એક દીકરી છે જે નવમાં ધોરણમાં ભણે છે.

48 વર્ષીય હરીશ બંચટા, શિમલાના ચૌપાલ વિસ્તારના રહેવાસી હતા. તેઓ છેલ્લા 18 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં હતા. તેમણે પોતાના કરિયરનો પ્રારંભ ટીવી સિરિયલ્સથી કર્યો હતો. તેઓ ‘સીઆઈડી’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવા ટીવી શોમાં કામ કરી ચૂક્યા હતા. વર્ષ 2015માં હરીશ બંચટાએ મોટી સફળતા મેળવી.

તેમને કબીર ખાનના ડિરેક્શન હેઠળ બનનારી ‘બજરંગી ભાઈજાન’માં કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં હરીશ પાકિસ્તાની પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Back To Top