ગરમીઓની ઋતુમાં દિવસભર તાજગી ભર્યું રહેવા માટે લોકો મોસંબી નું જ્યૂસ બહુ જ પંસદ કરે છે. મોસંબી લીબું ઘણાં પૌષ્ટિક ત્વોથી ભરપૂર હોય છે. તેમાં સૌથી વધું વિટામિન સી અને ફાઈબર મળી આવે છે.
મોટાભાગના લોકો બીમારીમાં નબળાયને દૂર કરવા માટે મોસંબી નું જ્યૂસ પીવે છે. તેનું કારણ એ છે ક મોસંબી લીબુમના જ્યૂસમાં ઘણાં પોષક તત્વો હોય છે, જે બીમારી બાદ શરીરને શક્તિ આપે છે. મોસંબી લીબુંથી ન તાકાત જ મળે છે, પરંતુ તેના ઘણાં ફાયદા પણ છે આવો જાણીએ મોસંબી ના ફાયદા વિશે..
વજન ઓછું કરવામાં મદદગાર
myUpcharથી જોડાયેલી ડો. લક્ષ્મી દત્તા શુક્લા અનુસાર, મોસંબીનું જ્યૂસ ભૂખ્યા પેટ પીવાથી ચરબી ઓછી થાય છે. મોસંબી લીબુંનું ફળ વિટામીન સીથી ભરપુર હોય છે જે ફેટ ઓક્સીડેશનનું કાર્ય કરે છે, આથી વજન ઓછુમ થાય છે. આ ઉપરાંત શરીરમાં હાજર અન્ય ટોક્સિનને પણ આ દૂર કરે છે.
કબજિયાતની સમસ્યાથી છુટકારો
જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે, તેણે મોસંબીનું જ્યૂસ પીવું જોઈએ. મોસંબીમાં અમુક એવા એસિડ પણ હોય છે, જે શરીરથી ટોક્સિન દૂર કરવામાં મદદ કરે છે. મોસંબીમાં સામેલ ફાઈબર પણ ખૂબ પ્રમાણમાં હોય છે, આથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ફાઈબર પેટના આંતરડા માટે ખૂબ લાભદાયી છે. આથી આંતરડાની સારી રીતે સફાઈ પણ થઈ જાય છે.
મસૂડો માટે ફાયદાકારક
ચાર ચમચી મોસંબી નો રસ, બે ચમચી પાણી અને એક ચપટી કાળુ મીઠુ મિક્સ કરી મસૂડો પર લગાવવાથી મસૂડામાં સોજા, લોહી નીકળવા જેવી સમસ્યાથી રાહત મળે થે. આથી મસૂડા મજબૂત થાય છે કારણ કે વિટામીન સીના કારણે આ નવી કોશિકાઓના નિર્માણ મદદ કરે છે.
આંખો માટે શ્રેષ્ઠ ઔષધિ
એક ગ્લાસ સાદા પાણીમાં મોસંબી ના 3-4 ટીપા મિક્સ કરો. આ પછી પાણીથી 3-4 વાર આંખ ધુઓ. આ નુસખાથી કંઝેક્ટિવાઈટિસની સમસ્યા દૂર થશે અને કોઈ પ્રકારનું સંક્રમણછી પણ આંખોને બચાવી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ માટે લાભદાયી
myUpcharથી જોડાયેલ ડો. લક્ષ્મીદત્તા શુક્લા અનુસાર, મોસંબી ફળમાં વિટામીન સીના કારણે તેનું જ્યૂસ પીવાથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબૂત થાય છે. રોગપ્રતિકારકને મજબૂત કરવા માટે રોજ એક ગ્લાસ મોસંબીનું જ્યૂસ જરૂર પીવું જોઈએ આથી કોરોના જેવી જીવલેણ બીમારીથી પણ બચી શકાય છે.
અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક
મોસંબી લીબુમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે, જે અસ્થમાના દર્દીઓ માટે લાભદાયી છે. અસ્થમાં રોગીઓને મોસંબીના રસમાં થોડું જીરૂ અને આદુ મિક્સ કરી પાણી પીવું જોઈએ, આથી તેને આરામ મળશે.
પાચન શક્તિ મજબૂત થશે
ગરમીની ઋતુમાં પેટ સંબંધિત ઘણીં તકલીફો શરૂ થાય છે, જેમ કે ડાયરિયા, એસીડિટી, કબજિયાત વગેરે મોસંબી લીબુમાં ફ્લેવોનોયડ તત્વ મળી આવે છે. આથી શરીરની પાચન શક્તિ મજબૂત થાય છે. તેના સેવનથી પેટ સંબંધિત તમામ રોગો મટી જાય છે.
કેન્સરથી રક્ષા
મોસંબી લીબુંમાં ડી લિમોનેન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ સામેલ હોય છે. આથી બ્રેસ્ટ કેન્સર જેવી બિમારીઓથી બચી શકાય છે. જો નિયમિત મોસંબી લીબુંનું સેવન કરશો તો આથી કેન્સરની શક્યતા 20 ટકા ઓછી થઈ જાય છે.