Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

ચા ના બદલે આ 5 ખુબ જ હેલ્થી હોટ ડ્રીંક જરૂરથી પીશો, તો ચા પીવાની આદત છૂટી જશે.

મિત્રો, ડ્રીંકની વાત આવે એટલે સ્વાભાવિક છે કે ઠંડુ અને ગરમ બંને પ્રકારના ડ્રીંક આંખ સામે આવવા લાગે છે. તેમાં પણ અત્યારના સમયને જોતા માણસે ઠંડા કરતા પણ ગરમ ડ્રીંક પીવું ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, હાલ કોરોના વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવા સમયે શરીરમાં ઇમ્યુનિટી પૂરી પાડવા માટે ઉકાળા કે ગરમ પાણી પીવાની કે ગરમ પાણીના કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે.

આજે અમે તમને એવા ડ્રીંક વિશે વાત કરીશું જે પીવાથી તમારા શરીરમાં એક એનર્જી ઉત્પન્ન થઈ જશે. તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. આ એવા ડ્રીંક છે જેને તમે ખુબ જ સરળતાથી ઘરે જ બનાવી શકો છો. જો તમે પણ આ ડ્રીંક વિશે જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખ જરૂરથી વાંચી જુઓ.

બેસનનો શીરો :

જ્યારે પણ તમને આળસ કે થાક અનુભવો છો, ત્યારે તમે આ ડ્રીંક try કરી શકો છો. આ શીરો બનાવવા માટે એક જાડું વાસણ લઈ લો. પછી તેમાં અડધી ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં દોઢ ચમચી જેટલો ચણાનો લો નાખો. એટલે કે બેસન નાખી દો. બેસન નાખ્યા બાદ તેને સતત હલાવતા રહો. ત્યાર પછી તેમાં 4-5 મોટી બદામ નાખી દો. આ બધું નાખ્યા બાદ તેને 3-4 મિનીટ સુધી હલાવતા રહો.

જ્યાં સુધી બેસનનો રંગ બદલે નહિ ત્યાં સુધી તેને શેકી લો. હવે જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે પછી તેમાં એક મોટો ગ્લાસ દૂધ નાખી દો અને એક ચમચી જેટલી ખાંડ નાખી દો. ચપટી જેટલું મરીનો પાવડર પણ નાખી દો. ત્યાર પછી તેને 2 મિનીટ સુધી ચડવા દો. તમે સતત હલાવતા રહો અને હવે ગેસ બંધ કરી દો. બેસનનો શીરો ખુબ જ હેલ્થી છે. તે શરદીમાં પણ રાહત આપે છે. આ સિવાય તમારી ઇમ્યુનિટી પણ વધારે છે. જો તમને કામ પર જવાની ઉતાવળ હોય તો બેસનના શીરાનું સેવન કરીને પણ જઈ શકો છો.

આયુર્વેદિક વિન્ટર ચા :

જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગતા હો, તો આ ચા પીવાનું શરૂ કરી દો. મોટાભાગે લોકો ગ્રીન-ટી પીવે છે વજન ઓછું કરવા માટે. પરંતુ એકવાર આ આયુર્વેદિક વિન્ટર-ટી જરૂરથી ટ્રાય કરો. તેને બનાવવી ખુબ જ સહેલી છે. તેને બનાવવા માટે એક વાસણમાં પ્રથમ 1 લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દો. પછી તેમાં 5-5 આદુના ટુકડા નાખો. એક એલચી, એક કટકો તજ નાખો.

થોડા ફુદીનાના પાન નાખી દો. પછી તેને ઉપરથી ઢાંકી દો અને 10 મિનીટ સુધી માધ્યમ તાપે ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ગાળી લો. તેને એક વાસણમાં ભરી દો. હવે તેમાં થોડો લીંબુનો રસ અને એક ચમચી જેટલું મધ નાખી મિક્સ કરી નાખો. જો તમારું વજન વધારે હોય, એસીડીટી થતી હોય, ડાયાબિટીસ હોય, તો તમારે જરૂરથી આ ડ્રીંક ટ્રાય કરવું જોઈએ.

પીનટ હોટ ચોકલેટ :

જો મિત્રો તમને ચોકલેટ પસંદ છે અને તેને જ જો તમારા ડ્રીંકમાં સામેલ કરવામાં આવે તો કેવી મજા અવી જાય. આ ડ્રીંક બનાવવા માટે પ્રથમ તો એક વાસણ લઈ તેમાં એક લીટર જેટલું દૂધ નાખો. હવે તેમાં એક ચમચી જેટલો કોકો પાવડર નાખો, ત્યાર પછી તેમાં એક ચમચી જેટલો પીનટ બટર પાવડર નાખો અને થોડું તજ નાખો. હવે ગેસ પર ઉકળવા દો, તેને સતત હલાવતા રહો, થોડીવાર ઉકળ્યા બાદ તેને એક બોટલમાં ભરી લો. હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખી દો. પિતા પહેલા તેને સારી રીતે મિક્સ કરી નાખો. આમ તમારી પીનટ હોટ ચોકલેટ તૈયાર છે. આ ખુબ જ હેલ્થી હોવાથી તે તમને પ્રોટીન પૂરું પાડે છે. આ ચોકલેટ મગજ તેમજ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

વેજી ડીલાઈટ :

આ ડ્રીંક બનાવવા માટે તમારે એક વાસણમાં અડધા લીટર જેટલું પાણી લઈ તેને ગરમ કરવા માટે મૂકી દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં 2 લવિંગ નાખો, ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલ ગાજર નાખો, પછી તેમાં ઝીણી સમારેલી ફણસી નાખો, પછી તેમાં વટાણા નાખો. આ સિવાય તમે તેમાં તમારી પસંદની બીજી સબ્જી પણ નાખી શકો છો. પછી તેમાં થોડું મીઠું, અને થોડો મરીનો પાવડર નાખી દો. હવે તેને ઢાંકી દો અને 7 થી 8 મિનીટ સુધી ચડવા દો. હવે ગેસ બંધ કરી દો. તેને એક ગ્લાસમાં કાઢી લો. ત્યાર બાદ તેમાં એક લીંબુ નીચવી નાખો. હવે તમે આ ડ્રીંક પિય શકો છો. આ ડ્રીંક પણ ખુબ જ હેલ્થી છે.

અશ્વગંધા મિલ્ક સપ્પલીમેન્ટ :

આ ડ્રીંક બનાવવું ખુબ જ સહેલું છે. એક વાસણમાં એક ગ્લાસ જેટલું દૂધ નાખી તેને ગરમ કરવા માટે મૂકી દો. હવે તેમાં એક ચમચી જેટલો અશ્વગંધા પાવડર નાખો. હવે તેમાં એક એલચી અને એક ચમચી જેટલી હળદર પણ નાખી દો. થોડો મરીનો પાવડર નાખો અને એક અડધી ચમચી જેટલું ઘી નાખો.

હવે એક વાસણમાં બે બદામ, બે કાજુ અને અખરોટ લઈને તેને વાટી નાખો. તેને દૂધમાં નાખી દો. થોડીવાર ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી દો. પછી આ મિશ્રણને એક ગ્લાસમાં કાઢી લો. હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખી મિક્સ કરી નાખો. આ ડ્રીંક ખુબ જ લાભદાયી છે. તેમાંથી તેને રાતે સૂતા પહેલા એક કલાક અગાઉ પીવો. આ ડ્રીંક માંથી તમને ખુબ જ એનર્જી મળશે. તે સ્કીન માટે પણ ખુબ સારું છે. તેમજ શરીરની તંદુરસ્તી પણ સારી રહે છે.

Back To Top