હાલ લગન પ્રસંગમાં ઘણા બધા લોકો ફરસાણમાં કટલેસ રાખતા હોય છે જે ગરમા ગરમ ખાવાની ખુબજ મઝા પડીજાય છે તેવીજ રીતે ફ્લાવરની કટલેસ પણ સારી બને છે તો આજે અમે તમને શીખવાડીશું ફ્લાવરની કટલેસ
ફ્લાવરની કટલેસ બનાવવા માટે જરૂરી સામગ્રી :
એક નાનું ફ્લાવર
અઢીસો ગ્રામ બટેકા
એક ટુકડો આદુ
લીલા મરચા ત્રણ નંગ
એક ચમચી જીરું
બે ચમચી દાડમના દાણા
જરૂર પૂરતું મીઠું
ચાટ મસાલો અડધી ચમચી
થોડું તેલ
ફ્લાવરની કટલેસ બનાવવાની રીત :
સૌપ્રથમ બધા ચોખ્ખા ધોઈનાખો અને પછી તેને બાફવા માટે મૂકી દો ત્યાર બાદ બાફેલા બાટેકનો માવો બનાવી નાખો
જે ફ્લાવર લીધું છે તેને સારી રીતે ધોઈ ને તેને ચીણી નાખો
બધા આદુ અને મરચાને બારીક સમારી નાખો
ત્યાર બાદ બધી સામગ્રી મિક્સ કરી નાખો ફક્ત તેલને ના કરતા, સરખી રીતે મિક્સ થઇ જાય એટલે તેમાંથી પ્રમાણસરની ગોળા કરી નાખો
ગોળા થઇ જાય એટલે તેને દબાવીને હાર્ટ શેપની કટલેસ બનાવી નાખો
ત્યારબાદ ગેસ પર નોનસ્ટિક કડાઈ મૂકી તેમાં તેલ નાખો તેલ આવીજાય એટલે કટલેટ્સને તેમાં તળો
કટલેસ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો
બસ તમારી કટલેસ તૈયાર છે જેને ટોમેટો કૅટચ અપ સાતે સર્વ કરો