સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાંથી એક વિચારતા કરી દે એવો કિસ્સો સામે આવ્યો છે. કે જ્યાં એક ઓરડીમાં ત્રણ ભાઈ-બહેને પોતાની જાતને 10 વર્ષ સુધી કેદ કરીને રાખી હતી એટલેકે એક જ પરિવારના એક બહેન અને બે ભાઇઓ છેલ્લા ૧૦ વર્ષથી ઘરની બહાર નિકળ્યા જ નહી.
એવું શું હતું કે, 3 ભાઈ-બહેનોની માનસિક સ્થિતિ ખરાબ થય ગઇ?
એક સામાજિક સંસ્થાની મદદથી આ સમગ્ર કેસ સામે આવ્યો હતો. સામાજિક સંસ્થાએ આ ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢ્યા છે. આ ત્રણેય વ્યક્તિએ LLB, B.COM અને સાયકોલોજીનો અભ્યાસ કરેલો છે. શહેરના કિસાનપરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દરમિયાન 3 ભાઈ-બહેનોની માનસિક સ્થિતિ ખરાબ હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે.
શા માટે પોતાની રીતે જ વર્ષોથી એક જ ઓરડીમાં છુપાયેલા રહેતા હતા?
સામાજિક સંસ્થાના એક સભ્યએ જણાવ્યું હતું કે, આ ત્રણ વ્યક્તિ કોઈને મળતા ન હતા. પોતાની રીતે જ વર્ષોથી એક જ ઓરડીમાં છુપાયેલારહેતા હતા. આ ત્રણેય પોતાની જ ધૂનમાં રહેતા હતા. વધુમાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણેયની માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી હતી.
આ ત્રણેય વ્યક્તિ છેલ્લા દસ વર્ષથી નિર્વસ્ત્ર થઈને એક જ ઓરડીમાં રહેતા હતા. જ્યારે એક સામાજિક સંસ્થાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ સંસ્થા દ્વારા જ્યારે ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે ઘરમાંથી ખુબ જ દુર્ગંધ આવી રહી હતી. અને ઘરમાં રહેવું પણ મુશ્કેલ હતું છતા સાથી સેવા ગ્રુપના લોકોએ ત્રણે ભાઇ-બહેનને સ્વચ્છ કરી ઘરમાંથી બહાર નિકાળ્યા હતા.
આ ત્રણેય ભણેલા-ગણેલા છતાં આવી ભયાનક પરિસ્થિતી ?
આસપાસના સ્થાનિકોએ જણાવ્યું કે, આ ત્રણેય ભણેલા-ગણેલા છે. મહિલાએ MA સાયકોલોજી લાયબ્રેરી અને કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે. જ્યારે એ પુરૂષે LLB, B.COM અને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. જ્યારે નાનો ભાઈ બી.એ. ઈકોનોમિક્સ ભણ્યો છે. NGO સાથે જોડાયેલા એક મહિલાએ જણાવ્યું હતું કે, મને એક કોલ મળ્યો હતો કે, ત્રણ ભાઈ-બહેન એક વર્ષમાં છેલ્લા પાંચેક વર્ષથી પૂરાયેલા છે. એટલે અમારી ટીમ દોડી હતી. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે દરવાજા બંધ કરેલા હતા.
પિતાનો આરોપ, સબંધીઓએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોવાનો
આ ત્રણ સંતાનોના પિતા અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા નવીનભાઈએ જણાવ્યું કે છેલ્લા છ વર્ષથી મારા સંતાનો આજ હાલતમાં ઘરની અંદર પુરાઈને રહે છે. અને કહ્યું કે, સંતાનો પર પોતાનો જ સબંધીઓએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષો સુધી દવા અને દુવા બંને કરી તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું.
હાલ તો સાથી સામાજિક સંસ્થાએ ૩ને નવો જ જન્મ આપ્યો તેવા દ્રશ્યો જોવા મળ્યા
હાલ તો સાથી સામાજિક સંસ્થા અઘોરી જેવું જીવન જીવતા ત્રણેય ભાઈ-બહેનને નવડાવી, બાલ-દાઢી કરીને નવો જ જન્મ આપ્યો હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે અંધશ્રદ્ધાને કારણે ત્રણેય સંતાનોને ઘરમાં જ રાખનાર પિતા જવાબદાર છે કે પછી માનસિક અસ્થિર તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, માત્ર પિતાની એક અંધશ્રદ્ધાના કારણે એક બહેન અને બે ભાઇઓ છેલ્લા ઘણાંવર્ષથી ઘરમાં જ બંધક બની રહ્યા અને જાણે સમાજ કે દુનિયા સાથે છેડો ફાડી નાંખ્યો. છેલ્લા છ વર્ષથી આ પરિવારને આખી દુનિયામાં શું બની રહ્યું છે તેની કોઇ જાણ જ ન હતી. પરંતુ સાથી સેવા ગ્રુપની કામગીરી બાદ હવે આ ત્રણ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.