બોલિવૂડ અભિનેત્રી mallika sherawat હાલમાં જ લોકડાઉન ખુલ્યા બાદ Mumbaiના રસ્તા પર વર્કઆઉટ કરવા માટે નીકળી હતી. એવામાં mallika sherawatને અચાનક પબ્લિક પ્લેસમાં જોઈને લોકો બહુ જ એક્સાઈટેડ જોવા મળ્યાં હતાં. મલ્લિકાની આ તસવીર Mumbai સ્થિત બાંદ્રાની છે.
તસવીરોમાં તમે જોઈ શકો છે કે મલ્લિકાને કેમેરામાં કેદ કરવા માટે કેમેરામેનની પણ ભીડ જોવા મળી હતી. એવામાં મલ્લિકાએ પણ પોઝ આપવામાં પાછળ હટી નહોતી. વર્કઆઉટ કરવા આવેલ આ દરમિયાન ફોટોશૂટ પણ કરાવતી જોવા મળી હતી.
મલ્લિકા શેરાવતને ફેન્સ જોઈ જતાં તેણે ભાગવા માંડ્યું હતું પણ ચાહકોએ તેને પકડી પાડી હતી. ચાહકોએ સેલ્ફીની જીદ પકડતાં મલ્લિકાએ માસ્ક કાઢીને તેમની સાથે તસવીરો પણ પડાવવી પડી હતી.
તમને જણાવી દઈએ કે, આ દરમિયાન મલ્લિકાએ ખૂબ વર્કઆઉટ કર્યું હતું અને પછી ગાડીમાં બેસીને પોતાના ઘરે પરત ફરી હતી. આ દરમિયાન મલ્લિકા પિંક અને બ્લેક વર્કઆઉટ ડ્રેસમાં જોવા મળી હતી.
malika sherawat સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના ચાહકો માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે, 43 વર્ષની મલ્લિકાએ છેલ્લે પોતાના ચાહકો માટે કહ્યું હતું કે, એક હેલ્ધી બોડી એક્ઝરસાઈઝ બહુ જ જરૂરી છે.
આ દરમિયાન તેણે કેટલાક પાપારાઝી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો તો એક ફેન સાથે તો તેણે ફોટો પણ પડાવ્યો હતો. આ ફોટો વાયરલ થઈ ગયો અને લોકો તેને સલાહ આપવા લાગ્યા હતા.
ફેન્સે પૂછ્યું કે મલ્લિકા તારો માસ્ક ક્યાં છે. બીજાએ લખ્યું કે તમે માસ્ક નહીં પહેરો તો તમને કોરોના થઈ શકે છે. તમે બે મીટરનું અંતર પણ રાખ્યું નથી. મલ્લિકા શેરાવતે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.