Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી તમારા દરેક કષ્ટને કરશે દુર.

મિત્રો આમ આપણે જોઈએ તો ભગવાનની પૂજા કે આરાધના કોઈ પણ સમયે અને કોઈ પણ દિવસે કરી શકાય. તેના માટે દરેક દિવસ અને સમયને શુભ માનવામાં આવે છે.

પરંતુ આપણા સનાતન ધર્મમાં દરેક દેવતા માટે અલગ અલગ દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો તે અનુસાર મહાબલી હનુમાનજીની પૂજા માટે મંગળવારને શુભ માનવામાં આવ્યો છે. હનુમાનજીની પૂજા માટે આ દિવસને ખાસ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હોય, અને એ બધી સમસ્યા અને દુઃખોમાંથી બહાર નીકળવું હોય અને કોઈ રસ્તો ન મળતો હોય, તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર જઈને અમુક કાર્ય અવશ્ય કરવા જોઈએ.

આજે અમે તમને આ લેખમાં મંગળવારના દિવસે અમુક કાર્ય કરવા માટે જણાવશું. જે હનુમાનજીના મંદિરે જઈને કરવાના છે. તો તમારી સમસ્યામાંથી બહાર નીકળવા માટે આ લેખને વાંચો અને કષ્ટભંજન દેવ માટે આ કાર્ય અવશ્ય કરો. આ ઉપાયોથી હનુમાનજી ખુબ જ પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે.

મંગળવારે કરવાના ઉપાયો : 

જો તમારી કોઈ મનોકામના પૂર્ણ ન થતી હોય, તો તમારે ઘરમાં અથવા તો હનુમાનજીના મંદિરમાં જઈને એક મંત્રનો જાપ કરવાનો છે, તે મંત્ર છે- “ऊँ रामदूताय नम:. આ મંત્રના જાવ તમારે મંગળવારના રોજ 108 વાર કરવાના છે. આ મંત્રના જાપથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે.

> મંગળવારના દિવસે તમે વિધિ વિધાન સાથે પૂજા કરતા હો, તો પૂજા કર્યા બાદ એક વાર સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આવું કરવાથી સંકટમોચન હનુમાનજી મહારાજ તમારા પર ખુબ જ જલ્દી પ્રસન્ન થશે અને તમારાથી જાણતા-અજાણતા જે પાપો થયા હશે તેમાંથી મુક્તિ મળશે.

> તમારી બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના રોજ હનુમાનજીના ફોટો અથવા તેના મંદિરમાં જઈને સરસોંના તેલનો દીવો કરવાનો. દીવો કર્યા બાદ તેમાં બે લવિંગ નાખી દેવાના. ધીમે ધીમે તમારી સમસ્યાઓનું નિવારણ આવવા લાગશે.

> જો તમારા જીવનમાં કોઈ બાધાઓ આવતી હોય, કોઈ મોટું કષ્ટ હોય, તો મંગળવારના રોજ હનુમાનજીની મૂર્તિની સામે બેસીને રામાયણ અને શ્રી રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. તમારી દરેક બાધાઓ અને કષ્ટો દુર થઈ જશે.

> ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે, મારા ભાગ્યનો ઉદય નથી થતો. તો તમને જણાવી દઈએ કે હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ મંગળવારના રોજ ચડાવવું જોઈએ. તેનાથી તમારા ભાગ્યનો ઉદય ખુબ જલ્દી થશે.

> મંગળવારના દિવસે હનુમાનજીને લાલ લંગોટ અર્પણ કરવું જોઈએ. તેનાથી તમારા વ્યાપારમાં વૃદ્ધિ પણ થાય છે અને વેપારને લગતા અટવાયેલા કામો પણ જલ્દીથી પૂર્ણ થાય છે.

> જો તમે ગંભીર બીમારીથી પીડાતા હો, તો મંગળવારના દિવસે કોઈ ગરીબ બીમાર વ્યક્તિને દવાનું દાન કરવું જોઈએ. તમારી બીમારીમાં ધીમે ધીમે રાહત થશે.

> જો શત્રુઓ તમારા પર હાવી હોય અને તમારે તેના પર વિજય મેળવવો હોય, હનુમાનજીના મંદિરમાં ગાયના ઘીનો દીપક કરવો જોઈએ. પરંતુ એક ધ્યાન રાખવાનું કે દીવો પાંચ વાટ વાળો હોવો જોઈએ.

Back To Top