એ વાતથી તો કોઈ અજાણ નહીં હોય કે શિવજી તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો પણ અનેકવિધ સામગ્રી ભગવાનને ચડાવતાં હોય છે. કોઈ દૂધનો અભિષેક કરે તો કોઈ બિલીપત્ર ચડાવે, કોઈ ભભૂત ચડાવે તો કોઈ ભાંગ. પરંતુ આ તમામ સામગ્રીઓ કરતાં વધારે મહત્વ છે અનાજનું, તો આજે જાણો કે કયા કયા અનાજ ચડાવવાથી શિવજી મનની દરેક મનોકામના પૂરી કરે છે.
લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા હોય તો શંકર ભગવાનને ચોખા ચડાવવા જોઈએ.
પાપનો નાશ કરવા માટે તલ ચડાવવા જોઈએ.
સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે જવ ચડાવવા જોઈએ.
સંતાન પ્રાપ્તિની ઈચ્છાપૂર્તિ માટે ઘઉં ચડાવવા જોઈએ.
સુખ-શાંતિ માટે મગ ધરાવવા જોઈએ.
આ તમામ અનાજને ભગવાન શંકરને ધરાવવા અને પછી તેને જરૂરીયાતમંદો અથવા ગરીબોને દાન કરી દેવા જોઈએ. આમ તો તમે આ કામ કોઈપણ દિવસે કરી શકો છો પરંતુ સોમવારે કરેલું કર્મ વિશેષ ફળદાયી સાબિત થશે.