માત્ર 12 કલાકમાં ઉત્તરમુખી બજરંગબલી તમારી કિસ્મત પલ્ટી શકે છે….

મિત્રો આપણા હિન્દુ ધર્મમાં બજરંગ બલી અજર અમર દેવતા તરીકે ઓળખાય છે. જેઓ આ યુગમાં પણ હાજર છે. જો કોઈ ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા કરે છે તો હનુમાનજી ચોક્કસ ભક્તનો ઉદ્ધાર કરશે.
એક માન્યતા અનુસાર જો તમે હનુમાનજીની પૂજા કરશો તો તમને ભૂત-પ્રેતથી મુક્તિ મળી શકે છે અને કલયુગમાં પણ હનુમાનજીને ચમત્કારી દેવતા તરીકે ઓળખવામાં આવે છે.
હનુમાનજીના મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજી અષ્ટ ચિરંજીવી છે. જે પોતાના ભક્તોને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન આપે છે.
સુરતના લોકો માટે હનુમાનજીનું એક પ્રાચીન મંદિર હંમેશા માટે આસ્થાના પ્રતિક સમુ બની ગયું છે. આ મંદિરમાં આવેલા બજરંગ બલી ભક્તોની મનોકામનાઓ સાંભળીને તેને પૂરી કરતા હોય છે.
આ મંદિર સુરતના ડંભાલમાં આવેલ છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય શિવાજી મહારાજના ગુરુ રામદાસજીએ કર્યું હોવાનું માનવામાં આવે છે.
આ મંદિર 300 વર્ષ જુના ચમત્કારિક લાકડામાંથી નિર્માણ કરવામાં આવેલ છે. આ મંદિરનું શિવાજી મહારાજના ગુરુએ નિર્માણ કરેલું હોવાની એક માન્યતા પણ છે.
આ મંદિરમાં હનુમાનજી ઉત્તરમુખી બિરાજમાન છે અને યંત્ર સ્વરૂપે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં હનુમાન ચાલીસા ની એક લાઈન ખૂબ જ ખ્યાતનામ છે કે, “ભૂતપિશાચ નિકટ નય આવે મહાવીર જબ નામ સુનાવે.”
જે લોકો હનુમાનજીનો નિયમિતપણે પાઠ કરે છે તેઓને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો અને ભૂત પ્રેતનો સામનો કરવો પડતો નથી.
આ મંદિરમાં હનુમાન જયંતીના દિવસે હવન કાર્ય કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.