કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. દૂધ પણ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. નાનપણ થી જ આ બંને વસ્તુ ઓ આપણા જીવનમાં નો ખાસ હિસ્સો છે. સવારે ખાલી પેટે કેળા ખાવા થી ભૂખ ઓછી લાગે છે અને સ્ફૂર્તિ પણ બની રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દૂધ અને કેળા એક સાથે ખાવા જોઈએ કે નહિ?
દૂધ અને કેળા માં એક જેવા પોષક તત્વો હોતા નથી
સંશોધકો ના જણાવ્યા પ્રમાણે, દૂધ અને કેળા એક સાથે ખાવા ના જોઈએ. તે બંને માં અલગ-અલગ પોષક તત્વો જોવા મળે છે. તેથી ડોક્ટર પણ તેને એકસાથે ખાવાની નાં પાડે છે. કેમ કે તે શરીર માટે ખુબ જ હાનીકારક છે. જો તમે બંને નું સેવન કરવા માગો છો તો પહેલા દૂધ પીવું ત્યારબાદ લગભગ ૨૦ મિનીટ પછી જ કેળું ખાવું જોઈએ.
દૂધ માં વિટામીન અને મિનરલ્સ નો છુપાયેલા હોઈ છે
શાકાહારી લોકો માટે દૂધ એ પ્રોટીન નો સ્ત્રોત છે. તેમાં પ્રોટીન, વિટામિન્સ અને રાઈબ્લોફેવીન તેમજ વિટામીન B૧૨ અને મિનરલ્સ હોય છે પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન C અને ફાઈબર નથી હોતા.
કેળા કાર્બોહાઈડ્રેટ માટે ઉત્તમ છે
કેળા ખાવાથી આખો દિવસ સ્ફૂર્તિ બની રહે છે. આ ફળ ને કામ કર્યા પહેલા અને પછી ખાવું ખુબ જ ઉત્તમ માનવા માં આવે છે. જે તત્વો દૂધ માં નથી મળતા એ કેળા માં હોય છે.
કેળા અને દૂધનું મિશ્રણ એ બોડી બિલ્ડર્સ અથવા જે લોકો તેમનો વજન વધારવા માંગે છે અને ઉચ્ચ તીવ્રતા પ્રવૃત્તિઓ માટે ખૂબ ઊર્જાની જરૂર હોય ત્યારે તેવા લોકો માટે સારો વિકલ્પ છે.
શું કેળા અને દૂધ એક સાથે ખાવા ફાયદાકારક છે?
જયારે કેળા અને દૂધ એક સાથે ખાવા માં આવે તો શરીર ને તેના થી ફાયદો નથી મળતો, એક સંશોધન માં આ વાત સામે આવેલી કે આ બંને વસ્તુઓ નું એક સાથે સેવન કરવા થી પાચન તંત્ર પર અસર પડે છે. ઘણી વાર તો તેના થી ઝાડા-ઉલટી ની સમસ્યા લાંબા સમય સુધી રહે છે. અને ત્યાર પછી શરીર ધીમે ધીમે પોષક તત્વો ને તેની મેળે જ એડજસ્ટ કરી લે છે. તે ઉપરાંત સ્વાસ્થય સબંધી ઘણી સમસ્યા ઓ થઇ શકે છે.