Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

આ છે રક્ત શુદ્ધિ કરતું સુંદર મજાનું લાલ લાલ દાડમ…

ગુજરાતીમાં દાડમ, ઊર્દૂ, પંજાબી, ફારસી અને હિંદીમાં અનાર, સંસ્કૃતમાં દાડિમ, મરાઠીમાં હાલિમ્બ, બંગાળીમાં દાડિમ, કશ્મીરીમાં દાન તરીકે જાણીતું છે. આ ફળને અંગ્રેજીમાં Pomegranate અને અરબીમાં તેને રૂમ્માન કહે છે. ફળો ૧ર૦ જાતનાં અને રંગનાં છે અને તે ફળોનો સરદાર દાડમ છે.

દુનિયામાં પંજેતનનું સ્થાન નિરાળું છે. દાડમને તેના અંદરના પડદા સાથે ખાવ, તે પેટને સાફ કરે છે. તેનો એક એક દાણો પેટમાં જઈને દિલને રાહત આપશે.દાડમ તો સ્વર્ગનાં ફળોમાંથી છે.જે કોઈ સૂતાં પહેલાં દાડમ ખાશે તો સવાર સુધી તે તંદુરસ્ત રહેશે.

મીઠું દાડમ તેના પડદાઓ સાથે ખાવ કેમ કે તે પેટ માટે લાભદાયક છે. અને અપચો દૂર કરીને તે ખોરાકને પચાવશે.દાડમને તેના પડદા સાથે ખાવાથી હોજરી સાફ થાય છે. યાદ શક્તિમાં વધારો થાય છે. દાડમ લોહીને શુદ્ધ કરે છે. શરીરની નસો અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. કબજિયાત દૂર કરીને પાચનશક્તિ વધારે છે. દાડમથી અવાજ સુધરે છે.

દાડમ ચહેરાને સુંદર અને લોહીને શુદ્ધ કરે છે. પેટના કીડાનો નાશ કરે છે. બાળકોને દાડમ ખવડાવવાની સલાહ આપી છે. તેથી બાળક જલદી યુવાન બને છે. દાડમની ડાળીઓ જે જગ્યાએ મૂક્વામાં આવે છે કે તેને બાળીને ધુમાડો કરવામાં આવે ત્યાં સાપ કે કીડાઓ આવતા નથી. તેથી જ ઘણાં પક્ષીઓ પોતાના માળા દાડમના વૃક્ષ પર બાંધે છે. જેથી કીડા વગેરે તેનાથી દૂર રહે.

દાડમના ઘટકો :

દાડમની કેલરી ૬પ છે, તેના રસમાં સાકરનું પ્રમાણ ૧૪ ટકા જેટલું હોય છે. તેમાં ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ, સોડિયમ, પોટાશિયમ, કોપર, સલ્ફર અને વિટામીન ‘બી’ અને ‘સી’ છે. તેના મૂળમાં તથા છાલમાં ટેનિક એસિડનું પ્રમાણ ઘણું છે. આશરે (ર૦-રપ ટકા) જેટલું છે. અને એક જાતનું દ્રવ્ય (આલ્કેલોઈડસ) હોય છે. પેટમાં કૃમિ હોય અને તેમાં જે ચપટાં કૃમિ હોય તેના માટે ઘણો અક્સીર ઈલાજ છે.

દાડમની ત્રણ જાત જોવા મળે છે.

(૧) મીઠાં

(ર) ખટમીઠાં અને

(૩) ખાટાં.

મીઠા દાડમ તૃપ્તિકારક ધાતુવર્ધક, સ્નિગ્ધ, મેઘાકર, શક્તિદાયક, મધુર તથા પાચક છે. તે ત્રિદોષ (પિત્ત, કફ અને વાયુ)ને તથા તૃષા, દાહ, જવર, હૃદય રોગ, મુખ રોગ, અને કંઠરોગમાં ફાયદાકારક છે. ખટમીઠા દાડમ રૂચિકર, દીપન તથા લઘુ છે અને વાયુ તથા પિત્તનો નાશ કરે છે. ખાટાં દાડમ પિત્તકારક તથા રક્તપિત્ત કરનારા છે અને વાયુનો નાશ કરે છે.

ચરકસંહિતામાં દાડમને ઉલ્ટીનાશક, રૂચિ ઉત્પન્ન કરીને શરીરને ઉત્તેજન આપનાર કહેલું છે. સુશ્રુતસંહિતામાં એને વાતનાશક, મૂત્રદોષનાશક, તૃષાનાશક અને રૂચિકારક ગણેલ છે.દાડમમાં જન્નતનો એક દાણો છે. તેથી દાણા પડી જાય તો એને વીણને ખાઈ લો આપ દાડમ એકલા ખાતા હતા અને દાણો પડી જાય તો એને ઉઠાવી લેતા હતા.

ચાર ચીજો સ્વભાવમાં સમતોલપણું લાવે છે તેમાં દાડમનો પણ સમાવેશ થયો છે.દાડમમાં જન્નતનો એક દાણો હોવાનું ફરમાવેલું છે.આયુર્વેદના પુસ્તકોમાં દાડમના રસ, છાલ, મૂળ વિગેરેના એટલા ફાયદાઓ ગણાવેલા છે જે અતરે લખવું શક્ય નથી. દાડમના અનેક ચૂર્ણ જેવાકે દાડીમાષ્ટક ચૂર્ણ, અનારદાણા ચૂર્ણ, દાડિમાદિ ક્વાથ, દાડિમાવલેહ વગેરે બજારમાં મળે છે.

Back To Top