સૌરવ ગાંગુલી, જેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા, તે આજ સુધી સમગ્ર વિશ્વમાં જાણીતા છે. કોલકાતાના રહેવાસી ગાંગુલી વિશ્વમાં દરેક જગ્યાએ “દાદા” તરીકે પ્રખ્યાત છે. ગાંગુલી સૌથી અસરકારક કેપ્ટન હોવા ઉપરાંત બીસીસીઆઈને અસરકારક રીતે સંચાલિત કરવામાં પણ સક્ષમ હતો.
ગાંગુલીનો પરિવાર બંગાળના સૌથી ધનાઢ્ય પરિવારોમાંનો એક છે અને આ તેમના ઘરમાં પણ સ્પષ્ટ છે. સૌરવ ગાંગુલી કોલકાતામાં 65 વર્ષ જૂની હવેલી ધરાવે છે જેમાં 48 રૂમ તેમજ તમામ લક્ઝરી છે. ચાલો હવે તેના ઘર અને પરિવારની તસવીરો જાહેર કરીએ, જ્યાં આખો પરિવાર ખુશ છે.
સૌરવ ગાંગુલીનો જન્મ 8મી જુલાઈ 1972ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ નિરુપા ગાંગુલી સાથે કોલકાતા સ્થિત મોટા પ્રિન્ટ બિઝનેસમેન ચંડીદાસના સૌથી નાના ભાઈ છે. તેમના પરિવારને કોલકાતાના સૌથી ધનિક પરિવારોમાં ગણવામાં આવે છે. સૌરવ ગાંગુલીને ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ પણ કહે છે.
ગાંગુલી નો કોલકત્તા શહેરમાં એક મહેલ સમાન ઘર છે, જે બેહાલા કોલકત્તામાં બીરેન રોય રોડ ઉપર સ્થિત છે. ઘરનો નંબર ૨/૬ છે, જેનો પીનકોડ ૭૦૦૦૩૪ છે. પુર્વ ક્રિકેટર પોતાની પત્ની ડોના, દીકરી સના અને પોતાના પરિવારની સાથે અહીંયા રહે છે.
કોલકત્તામાં દાદા જે આલીશાન ઘરમાં રહે છે, તે મહેલ ૬૫ વર્ષ જુનો છે. તેમનું સમગ્ર ઘર ૪ માળનું બનેલું છે અને તેમાં ૪૮ રૂમ છે.
આ ઘરના ઇન્ટિરિયર નું સમગ્ર કામ બંગાળી સંસ્કૃતિ અને આર્ટથી કરવામાં આવેલ છે. તે સિવાય સમગ્ર ઘરમાં લાકડાની ચીજો થી શાનદાર સજાવટ કરવામાં આવેલ છે. પ્રિન્સ ઓફ કોલકત્તા સૌરવ ગાંગુલી એ ક્યારેય પણ આ ઘરને છોડીને અન્ય કોઈ જગ્યાએ રહેવા જવા વિશે વિચાર્યું નથી.
ગાંગુલીને હંમેશા પોતાના ઘરમાં રહેવું ખુબ જ પસંદ છે. મેચ માંથી ફ્રી થયા બાદ તેઓ પોતાના ઘરમાં સમગ્ર સમય પસાર કરે છે. બીસીસીઆઈ નાં અધ્યક્ષ બન્યા બાદ પણ જ્યારે પણ તેમને સમય મળે છે, તો તેઓ પોતાના ઘરે જરૂરથી આવે છે.
સૌરવ ગાંગુલીનાં ઘરમાં એક મોટો લિવિંગ ઝોન એવી જગ્યા છે, જ્યાં સૌરવ ગાંગુલી પોતાના પરિવારની સાથે વધારે સમય પસાર કરે છે. લિવિંગ જોન માં દિવાલ ઉપર એક મોટું ટેલિવિઝન છે, જ્યાં ગાંગુલી પોતાના સમગ્ર પરિવારને સાથે ક્રિકેટ મેચ જુએ છે.
તેમના ઘરની અંદર એક ક્રિકેટ પીચ પણ બનેલી છે. જો કે હવે ગાંગુલી તેમાં પ્રેક્ટિસ કરતા નથી. અહીંયા એક મોટું જીમ પણ છે. આ ઘરના એક રૂમમાં તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં મળેલી તમામ ટ્રોફીઓ રાખેલી છે. સાથોસાથ ઘણી તસ્વીરો નો સંગ્રહ કરીને પણ રાખવામાં આવેલ છે.
તેમનો બંગલો ખુબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે. ગાંગુલી ની માં ને સફેદ રંગ પસંદ છે, એટલા માટે ઘરની દીવાલો ઉપર લાઈટ કલર્સ લગાવવામાં આવેલ છે. જે દાદા ને પણ ખુબ જ પસંદ આવે છે.
સૌરવ ગાંગુલીના ઘરમાં તેમની મીટીંગ માટે એક સીટિંગ એરિયા પણ છે. અહીંયા પર બેસીને તેઓ પોતાના મિત્રો અને મહેમાનો સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે. અહીંયા બેસીને તેઓ દરરોજ સવારે ન્યુઝ પેપર વાંચે છે. સૌરવ ગાંગુલી જણાવે છે કે તેઓ આજે પણ સૌથી પહેલા રમત-ગમત નાં સમાચારોને વાંચે છે.
કોલકત્તામાં પોતાની શાનદાર હવેલીની સાથે ગાંગુલી ની પાસે લંડન માં એક શાનદાર ફ્લેટ પણ છે. રિપોર્ટ અનુસાર ગાંગુલીએ થોડા વર્ષ પહેલાં લંડન નાં નોર્થ હેરો વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ખરીદેલું હતું. તે ૨ બેડરૂમનો એપાર્ટમેન્ટ છે, જે સેન્ટ્રલ લંડન થી ૪૫ મિનિટનાં અંતર ઉપર છે.