ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો સ્ટાઇલિશ કેઝ્યુઅલ લુક જોવા મળી રહ્યો છે.
‘કસૌટી જિંદગી કી’ સીરિયલની શ્વેતા આજે પણ દરેક ઘરમાં ‘પ્રેરણા’ તરીકે ઓળખાય છે.
શ્વેતા તિવારી આ દિવસોમાં તેની અપકમિંગ ટીવી સીરિયલ ‘અપરાજિતા’ને કારણે ચર્ચામાં છે.
તે ટીવી સિરિયલ અપરાજિતામાં બે દીકરીઓની માતાનો રોલ કરી રહી છે. આ શો 27 સપ્ટેમ્બરથી શરૂ થયો છે.
આ દરમિયાન શ્વેતા તિવારીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ સુંદર અવતાર જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં શ્વેતા તિવારી યલો ચેક શર્ટ અને ગ્રે પેન્ટ પહેરીને ખૂબ જ ક્લાસી લુક આપતી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ પ્રખ્યાત ટીવી સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ થી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું પહેલું પગલું ભર્યું હતું.