Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

બોલિવૂડ ના માઠા સમાચાર : બોલિવૂડની એક પણ અભિનેત્રી ને ફોર્બ્સની યાદીમાં સ્થાન નથી મળ્યુ…

અત્યારે આપણી બોલિવૂડની એક કરતાં વધુ અભિનેત્રીઓ ચર્ચામાં છે. ખાસ કરીને સુશાંત સિંહ અપમૃત્યુ કેસની સાથે સાથે ડ્રગ્સનો એંગલ પણ ચકાસાઇ રહ્યો છે, તેમાં રીયા ચક્રવર્તી ઉપરાંત બીજી અનેક અભિનેત્રીઓની પૂછપરછ થઇ છે. પરંતુ બોલિવૂડની એક પણ અભિનેત્રી અત્યારે ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવીને ચર્ચામાં આવી નથી.

ફોર્બ્સે અત્યારે દુનિયાની સૌથી વધુ કમાતી એક્ટ્રેસની ટોપ ટેનની યાદી બહાર પાડી છે, તેમાં એક પણ ભારતીય અભિનેત્રી સ્થાન મેળવી શકી નથી.

દુનિયાની ટોચની સૌથી વધુ કમાતી 10 અભિનેત્રીઓની યાદીમાં પહેલા ક્રમે હોલીવૂડની દમદાર અભિનેત્રી સ્કારલેટ જોહાનસન રહી છે. સ્કારલેટ આ યાદીમાં સતત બીજી વખત પહેલા ક્રમે રહી છે.

તેની વાર્ષિક કમાણી 560 લાખ ડોલર એટલે કે 400 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા ક્રમે આવેલી સોફિયા વરગારાની વાર્ષિક કમાણી 294 કરોડ રૂપિયા, ત્રીજા ક્રમે રીજ વિધરસ્પૂન 250 કરોડ રૂપિયા, ચોથા ક્રમે 243 કરોડ રૂપિયાની કમાણી સાથે નિકોલ કિડમન, 200 કરોડ રૂપિયાની કમાણી સાથે જેનિફર એનિસ્ટન પાંચમા ક્રમે, 179 કરોડ રૂપિયા સાથે કેલી કૂકો છઠ્ઠા ક્રમે, 172 કરોડ રૂપિયા સાથે સાતમા ક્રમે એલિઝાબેથ મોસ, 168 કરોડ રૂપિયાની આવક સાથે મર્ગોટ રોબી આઠમા ક્રમે, 164 કરોડ રૂપિયાની આવક સાથે નવમા ક્રમે ચાર્લીજ શેરોન નવમા અને 157 કરોડની આવક સાથે એલેન પોમ્પો દસમા ક્રમે રહી છે.

આ યાદીમાં એક પણ ભારતીય અભિનેત્રી સ્થાન મેળવી શકી નથી. સૌથી વધુ કમાતી અભિનેત્રી તરીકે 2019ના અંતમાં પહેલું નામ દીપિકા પાદુકોણનું આવ્યું હતું.

ફિલ્મ ઉપરાંત કેટલાય બિઝનેસ દ્વારા પણ તે ખાસ કમાણી કરી રહી છે. તેની 2019માં કમાણી 48 કરોડ રૂપિયા હતી. મતલબ કે એલેન પોમ્પો કરતાં 100 કરોડ કરતાં ઓછી કમાણી દીપિકા પાદુકોણની રહી છે.

ભારતીય અભિનેત્રીઓ જ નહીં અભિનેતાઓની કમાણી પણ ઓછી રહે છે. જો કે એક વાત એ પણ નોંધવી પડે કે ડોલર અને રૂપિયા વચ્ચેના મૂલ્યના તફાવતને કારણે પણ એ કમાણી મોટી લાગે.

એમ છતાં ભારતમાં કલાકારોને હોલિવૂડ જેટલી કમાણી નથી, તેઓ બોલિવૂડની કમાણી બીજા અનેક બિઝનેસમાં રોકીને આવક વધારતા હોય છે.

ઉપરાંત આ વર્ષે તો હજુ સિનેમાગૃહો ખૂલ્યા નથી અને બોલિવૂડમાં ધીરે ધીરે કામ શરૂ થાય એવા સંકેત મળી રહ્યા છે, ત્યારે આ વર્ષે બોલિવૂડના કલાકારોની કમાણી ઉપર મોટો કાપ આવશે એ નક્કી.

જો કે છેલ્લા પાંચ છ મહિનાથી સિનેમાઘર બંધ છે, લોકોએ નવી ફિલ્મો જોઇ નથી, ત્યારે એવી પણ આશા છે કે ફરીથી સિનેમા શરૂ થાય અને રીલીઝ માટે તૈયાર નવી ફિલ્મો રજુ થાય તો તેને માટે કમાણી વધુ થઇ શકે. મહિનાઓથી મનોરંજનથી વંચિત રહેનારાઓ સિનેમામાં ઉમટી પડે એવી આશા રખાઇ રહી છે.

Back To Top