આ છે પહેલી ઇન્ડિયન મિસ વર્લ્ડ, હંમેશા રહી ગ્લેમરસ થી દુર. શું તમે ઓળખો છો આને

આ છે પહેલી ઇન્ડિયન મિસ વર્લ્ડ, હંમેશા રહી ગ્લેમરસ થી દુર. શું તમે ઓળખો છો આને

આજે અમે તમને એક એવી ઇન્ડિયન છોકરી ની વાત કરવા જઈ રહ્યા છીએ જે મિસ વર્લ્ડ તો બની પરંતુ ગ્લેમરસ ની દુનિયા થી દુર રહી. પરંતુ આ સાંભળવામાં થોડું અજીબ જરૂર લાગશે પરંતુ તે સત્ય છે.

કહી દઈએ કે આપણે અહીં બીજું કોઈ નહીં પરંતુ રીતા ફરીયા ની વાત કરી રહ્યા છીએ જે વર્ષ 1966 માં નવેમ્બર ના મહિના માં પહેલી વાર ભારત થી લન્ડન ગઈ હતી. ત્યાંરે રીતા ફક્ત 23 વર્ષની હતી અને સંપૂર્ણ રીતે ધ્રુજી રહી હતી.

જોઈએ તો ભારતીય લોકોને લઈને યુરોપ આજે પણ સહજ મહેસુસ કરતા નથી અને આતો ચાલીસ વર્ષ પહેલાની વાત છે. તે દરમ્યાન ત્યાં 66 છોકરીઓ હતી જેમાંથી એક પણ ભારતીય હતી નહીં. એવામાં જે છોકરીઓ રીતા નિ સાથે પહોંચી હતી તેમની પાસે દેખાડવાને બતાવવા માટે ઘણું બધું હતું.

જેમ કે મેકઅપ સામાન, કપડા, બુટ અને ત્યાં જ અમેરિકા અને કેનેડા આવેલી ગ્લેમરસ છોકરીઓ ને તો ઘણી જગ્યાઓએ થી આમંત્રણ મળી રહ્યા હતા. એવા માં રીટા માટે તો બઁકિંઘમ પેલેસ ની સામે પોતાની તસવીર ખેંચવા ની વાત એક મોટી વાત હતી. કહી દઈએ કે રીટા નો જન્મ ગોવા થયો હતો અને તે કોઈ પણ ધનવાન ઘરથી સંબંધ રાખતી હતી નહીં.

જોઈએ તો તેમના પિતા એક મિનરલ વોટર ની ફેકટરીમાં કામ કરતા હતા અને તેમની માતા એક સલૂન ચલાવતી હતી. લગભગ તેમના માતા ના આ કારણથી રીટા ને કપડાં પહેરવાનું અને ઓઢવાનું સંપૂર્ણ રીતે ખબર હતી. તેમના સિવાય રીતા ને સ્કૂલના દિવસોમાં મેકઅપ કરવાનો શોખ હતો અને ક્યારેક બહાર જતા સમયે પણ તે ખૂબ જ તૈયાર થઈને જતી હતી. તેમની સાથે જ તેમનું કદ પાંચ ફૂટ આઠ ઇંચ હતું એટલા માટે તે બાકી છોકરી ઓ થી થોડી અલગ લાગતી હતી.

પરંતુ જોઈએ તો કપડા નો શોખ રાખવાથી પોતાનું કબાટ કપડા થી ભરી શકાતા નથી અને મેકઅપ નો મતલબ ફક્ત ત્રણ શેડની લિપ્સ્ટીક રાખવાનો નથી હોતો. આ વાત ની ખબર તેને લન્ડન માં થવાની હતી. રીટા ની પાસે સ્વીમશુટ પણ ન હતું અને ના તો સ્ટેજ ઉપર પહેરવા માટે હિલ્સ વાળા શુજ. એટલું જ નહીં તેમના ખીચા માં ફક્ત ત્રણ પાઉન્ડ હતા અને એવામાં તેમણે એક મોડલ પર્સિસ ખંબાટા પાસે થી સ્વિમ સુટ માગ્યું હતું.

પરંતુ અફસોસ કે તેમના કદ ના કારણે તે તેમને ફીટ થયું નહિ. આ દરમ્યાન પિતાએ પોતાના ખીચા માં રાખેલા ત્રણ પાઉન્ડ એક સ્વીમશુટ અને હિલ વાળા શૂઝ ખરીદ્યા હતા. ત્યારે કોઈએ પણ એવું વિચાર્યું ન હતું કે જલ્દીમાં  હાથમાં પાસપોર્ટ અને ઈન્ડિયાની ટ્રોફી લઇને જે છોકરી લન્ડન આવી હતી તે મિસ વર્લ્ડ બની જશે

પરંતુ આગળના દિવસે મીડિયા તેમની ચારેબાજુએ ફરી રહ્યા હતા. રીટા જે મેડિકલનો અભ્યાસ કરી રહી હતી તેમને સમજમાં ન આવ્યું કે તેમની સાથે શું થઈ રહ્યું છે. હવે તેમને એકજ જટકા માં વધુ ગ્લેમરસ મળી ચૂક્યું હતું કે જેમને કારણે કોઈ ની પણ ઊંઘ ઊડી જાય. પર્સનાલિટી રાઉન્ડ દરમિયાન રિતા ને સવાલ પૂછવામાં આવ્યો કે તેમને ડોક્ટર શા માટે બનવું છે?

તેમણે જવાબમાં કહ્યું કે ભારતમાં મહિલા ડોકટર ની ખૂબ જ જરૂર છે અને તે સમયમાં તે સાચું પણ હતું. કહી દઈએ કે તે સમયે ત્યાં જેટલી પણ છોકરીઓ હતી તે બધી છોકરીઓ મોડેલિંગથી આવી હતી. જ્યારે રીટા એકલી મેડિકલ કરી રહી હતી. પરંતુ આ ખિતાબ જીત્યા પછી રિતા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પાછી જવા માટે ઘણી ઉતાવળ હતી.પરંતુ તેમને મિસ વર્લ્ડ ફાઉન્ડેશન માટે એક વર્ષ સુધી પ્રચાર કરવાનો હતો એટલા માટે તે ત્યાં ફસાઈ ચૂકી હતી.

પરંતુ પ્રચાર દરમિયાન તેમનું એક અમેરિકન સૈનિક સાથે એક પ્રોગ્રામ થયો તે કારણથી તેમને રાજનૈતિક મુશ્કેલીઓ ઉઠાવવી પડી. ત્યારે ઇન્ડિયા વિયતનામ ને સપોર્ટ કરી રહ્યું હતું અને અમેરિકા તથા વિયેતનામ મા યુદ્ધ ચાલી રહ્યું હતુ. એવામાં રીતા ની તસ્વીર ને એક દેશદ્રોહી જેમ જોવામાં આવી. ત્યાં જ મિસ વર્લ્ડ ફાઉન્ડેશન એ તેમને ઇન્ડિયા જવા માટે મનાઈ કરી દીધી તેમને ડર હતો કે જો રીતા એકવાર ભારત ચાલી જશે તો તે પછી લન્ડન આવી શકશે નહીં. એવામાં રિતા એ લંડન થીજ કિંગ્સ કોલેજ થી પોતાનો અભ્યાસ શરૂ કરી દીધો.

હવે રિતા ગ્લેમરસ ની દુનિયા થી બહાર આવી ચૂકી હતી. પરંતુ આ ગ્લેમરસ ના કારણ થી તેને પ્રેમ જરૂર થી મળી ગયો. ડેવિડ પોવેલ જે લંડન મા જુનિયર ડૉકટર હતા જે રીટા ને જોતા જ પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ તે બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઇ ગયા ને હવે તે બંને 46 વર્ષથી એક સાથે છે.

ત્યાં જ રીટા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી આપણે ગ્લેમરસ ની દુનિયા માં ન જવું જોઈએ. તેઓ એટલા માટે કેમકે ગ્લેમરસ ની દુનિયા માં કોઈ પણ પ્રકારની સિક્યુરિટી હોતી નથી અને તે વાત છોકરી એ સમજવી જોઈએ. જોઈએ તો પોતાની સુંદરતા અને શારીરિક રચના હંમેશા એક જેવી રહેતી નથી એટલા માટે સૌથી પહેલા કરિયર વિશે વિચારવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *