કોરોના વાયરસની મહામારીના સમયમાં દરેક વ્યક્તિ પોતાની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાના પ્રયત્નો કરે છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો કોઇ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. આખા શરીરમાં ઇમ્યૂન સિસ્ટમ એક એવું કાર્ય કરે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે જો આ સિસ્ટમ નબળું પડે તો વ્યક્તિના બીમાર થવાની શક્યતાઓ વધી જાય છે.
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. આ સાથે જ કેટલાક આયુર્વેદિક મસાલા અને ડ્રિન્ક્સ પણ તેને સ્ટ્રોન્ગ બનાવે છે. જાણો, આ પ્રકારના જ એક ખાસ જ્યુસ વિશે જેને પીવાથી તમારી ઇમ્યૂનિટી શક્તિ મજબૂત થશે. તમે તેનું દરરોજ સેવન કરી શકો છો.. તેનાથી તમને સકારાત્મક રીતે લાભ પણ મળશે અને તમે શરદી, ખાંસી જેવી સમસ્યાથી પણ દૂર રહી શકશો.
ટામેટાનો જ્યુસ
ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવતા આ ડ્રિન્કને ટોમેટો જ્યુસ કહેવામાં આવે છે. ટામેટામાં વિટામિન C નું પ્રમાણ ઘણું વધારે હોય છે. જે બોડીમાં એક એન્ટી ઑક્સીડેન્ટની જેમ કામ કરે છે. એન્ટી ઑક્સીડેન્ટ એક્ટિવિટીની જેમ કામ કરતું હોવાને કારણે તે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવા માટે પણ સક્રિય કામ કરી શકે છે.
સામગ્રી
1 કપ પાણી
1 ચપટી મીઠું
2 ટામેટા
બનાવાની પદ્ધતિ :
સૌથી પહેલા ટામેટાને પાણીથી ધોઇ લો. હવે તેના નાના ટુકડા કરીને તેમાં એક કપ પાણી નાંખીને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ એક ગ્લાસમાં સર્વ કરતા તેમાં થોડુક મીઠુ નાંખો. આ જ્યુસના સેવનથી તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદ મળી રહેશે.