આજે અમે તમને એવા યુવકની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે હિંમત જગાવીને 20 લાખ રૂપિયા લઈને ભાગી રહેલા ચોરનો પીછો કરીને 20 લાખ રૂપિયાની મોટી રકમ બચાવી લીધી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના બારડોલીમાં બે યુવકો ઘરના કાચ તોડીને ભાગી ગયા હતા. આદિલ નામના યુવકે આરોપીનો પીછો કર્યો અને તેના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો.
દરમિયાન લૂંટારુઓ બેગ છોડીને ભાગી ગયા હતા. આદિલને તેની બહાદુરી બદલ સુરત પોલીસ દ્વારા રૂ.નો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.
તેને દિલ્હીથી આંગડિયા મારફત લાવવામાં આવ્યો હતો. આજે 30 વર્ષીય આદિલની બહાદુરી અને વફાદારીના કારણે પોલીસને આ કેસમાં સફળતા મળી હતી, જેના પગલે યુવકને પોલીસ સ્ટેશને બોલાવીને ઈનામ તરીકે 5000 રૂપિયાનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
જે યુવકએ આરોપીઓનો પીછો કરીને આરોપીઓને ભગાડ્યા હતા.સાથે પૈસા ભરેલી બેગ પણ સલામત રીતે સાચવીને લાવ્યા હતા જે બહાદુરીનું કામ કહેવાય જેના પગલે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્યારના સમયમાં કોઈને આટલી મોટી રકમ મળે ત્યારે તે પોતાના માટે જ ઉપયોગ કરવાનું વિચારતા હોય છે પરંતુ અમુક યુવાનો ઈમાનદારી અને બહાદુરી બતાવીને સમાજમાં એક પ્રેરણા રૂપ બનતા હોય છે.