સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણ્યું:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાયું

સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યો છે. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારવામાં આવ્યો છે. ગણતરીની સેકન્ડમાં જ એક સાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતાં. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનાવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત ઉપર એકઠા થઈ ગયા હતાં.

ગણતરીની સેકન્ડમાં જ ટાવર ધરાશાઈ થયો હતો.

ગણતરીની સેકન્ડમાં જ ટાવર ધરાશાઈ થયો હતો.

એક્સપ્લોઝિવ કંટ્રોલ બ્લાસ્ટ સિસ્ટમ શું છે?
આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે. તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે. એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.

લોકો તકેદારી સાથે તૂટતા ટાવરને જોવા છત પર ચડ્યાં હતાં.

લોકો તકેદારી સાથે તૂટતા ટાવરને જોવા છત પર ચડ્યાં હતાં.

કુલિંગ ટાવરનો 30 વર્ષનો સમય પૂર્ણ થતા ઉતારવામાં આવ્યો
સરકારી પાવર સ્ટેશનોની અંદરની જે ટાવરો હોય છે તેના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. તેના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ તેને ડિમોલિશન કરવાનું હોય છે. સુરત ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. જેને આજે સવારે 11 વાગ્યા આસપાસ ડિમોલિશન કરવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં લોકો પોતાના મકાન પર ચડીને તૂટતા ટાવરના સાક્ષી બન્યા હતાં

મોટી સંખ્યામાં લોકો પોતાના મકાન પર ચડીને તૂટતા ટાવરના સાક્ષી બન્યા હતાં

ડિમોલિશન માટે 220 કિલો જેટલા એક્સપ્લોઝિવનો ઉપયોગ
કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો છે. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર છે અને તેના 72 જેટલા પિલર આવેલા હતા. પિલરમાં હોલ કરવામાં આવ્યા અને તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ટાવર આસપાસના રસ્તા બ્લોક કરી દીધા હતાં.

પોલીસ દ્વારા ટાવર આસપાસના રસ્તા બ્લોક કરી દીધા હતાં.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઉત્રાણ પાવર સબ સ્ટેશનની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કુલિંગ ટાવરની આજુબાજુ પોલીસ જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. સબ સ્ટેશનથી ઓછામાં ઓછા 200 મીટરના અંતર સુધી કોઈ પ્રવેશે ન તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. થોડા સમય માટે નજીકથી વાહનોને પણ પસાર થવા દેવામાં આવ્યા નહીં. પોલીસની પીસીઆર વાન પણ સતત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી રહી હતી.

આસપાસના મકાનોને જોખમ ન થાય તેવા પ્રયાસ કરાયા હતા.

આસપાસના મકાનોને જોખમ ન થાય તેવા પ્રયાસ કરાયા હતા.

શું તકેદારી લેવામાં આવી?
કુલિંગ ટાવર સિમેન્ટ કોંક્રિટના મટિરિયલથી બન્યો હોવાથી બ્લાસ્ટ થતાની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ધડાકાભેર અવાજ આવશે તેમજ ધૂળની ડમરીઓ સર્જાઈ હતી. સિમેન્ટ કોંક્રિટની ધૂળની ડમરીઓ હોવાથી આસપાસના વિસ્તારમાં પણ ફેલાશે અને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા તો આંખમાં પણ સિમેન્ટ કોંક્રિટના રજકણો જાય તો નુકસાન થઈ શકે તેમ હોવાથી અગાઉથી સર્વે કરાયો હતો. લોકોએ આ સમય દરમિયાન અવાજ આવે તો તેનાથી કોઈ પણ પ્રકારે ભયભીત ન થવા માટે કહેવામાં આવ્યું હતુ. પોતાના પ્લાન્ટના કર્મચારીઓ પણ કુલિંગ ટાવર નજીક ન જાય તેના માટે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા. ડિમોલિશન દરમિયાન પોલીસ સ્ટાફને પણ ગોઠવવામાં આવ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓની પણ હાજર રહ્યાં હતાં. ફાયર સેફ્ટી માટેનું પણ પહેલાંથી જ આયોજન કરી દેવાયું હતું.

ટાવરને તૂટતો જોવા આબાલવૃદ્ધ સૌ છત પર ચડ્યાં હતાં.

ટાવરને તૂટતો જોવા આબાલવૃદ્ધ સૌ છત પર ચડ્યાં હતાં.

ડિમોલિશન માટે અગાઉથી તૈયારી કરાઈ હતી
ઉત્રાણ પાવર સ્ટેશનના ઇન્ચાર્જ આર. આર. પટેલ જણાવ્યું કે, કુલિંગ ટાવરને ઉતારી લેવા માટેની પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. સંબંધિત તમામ વિભાગને લેખિતમાં જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે વિગતવાર માહિતી આપી દેવામાં આવી હતી. અમારા તમામ કર્મચારીઓને પણ વિશેષ સૂચના આપી દેવામાં આવી હતી. આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે પણ અમે ખાસ કાળજી રાખી હતી.

ધૂળની ડમરીઓ પણ બ્લાસ્ટ બાદ ઉડી હતી.

ધૂળની ડમરીઓ પણ બ્લાસ્ટ બાદ ઉડી હતી.

ગુજરાતમાં કુલિંગ ટાવર ઉતારવાની આ બીજી ઘટના
કૈલાસ મેટલ કોર્પોરેશન કંપનીના સાઈડ ઇન્ચાર્જ પદમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, કુલિંગ ટાવરના જે 72 જેટલા પિલરો છે એ પિલરોની અંદર એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અમને આ એક્સપ્લોઝિવ પૂરા પાડવામાં આવ્યાં હતા. પ્રવાહી પદાર્થમાં આ એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. માત્ર 5 સેકન્ડમાં જ આ વિશાળ કુલિંગ ટાવર ઉતારી લેવાયો છે. ગુજરાતમાં અગાઉ ગાંધીનગર ખાતે કુલિંગ ટાવર ઉતારવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ બીજી ઘટના છે જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કુલિંગ ટાવર ઉતારવામાં આવ્યો છે.

Disclaimers

There are several reputable pet insurance And loan providers in the United States, Each offering unique benefits And coverage options. Here are some of the top companies to consider:

Best Pet Insurance Providers in USA:

1.Healthy Paws Pet Insurance 2.Trupanion 3.Petplan 4.ASPCA Pet Health Insurance 5.Nationwide Pet Insurance

Pet Loan Providers:

1.Scratch Financial 2.Figo Pet Insurance 3.CareCredit 4.LendingClub 5.Upstart

It is important to Do your research And compare the coverage options, premium costs, And customer reviews of Each company before making a decision. Its also a good idea to work with a professional insurance agent to understand the options available And to make an informed decision. Additionally, always read the fine Print And understand the terms And conditions of any pet insurance Or loan policy before signing up.

Best pet insurance companies of 2023

Research shows that one in 3 folks have pets who are suffering from pet allergies. Pets need emergency veterinary treatment once a year. this means that the pet is in want of facilitate and will be taken to a vet as shortly as doable. a major range of members of the family and pet homeowners have issue affording a couple of 1000-dollar vet bill.

This can be wherever pet insurance comes in. The "feedback loop" could be a development that happens once folks think about nature as absolutely separated from insurance protects pet homeowners from massive vet bills and conjointly helps the animals. Animals receive solely the required care. As folks pay extra money on their pets, getting pet There is a rise in insurance rates also. Pet insurance will facilitate cowl the prices of veterinary care.