શિયાળામાં કડકડતી ઠંડીથી બચવા માટે શરીર અંદરથી ગરમ રહે તે જરૂરી છે. શરીર જો ગરમ રહે તો શિયાળામાં વારંવાર બીમારી પણ આવતી નથી. તો ચાલો જાણીએ કે શિયાળામાં કઈ કઈ એવી વસ્તુઓ છે જે ખાવી જ જોઈએ અને જેનાથી શરીરને ગરમી મળે છે.
*શિયાળામાં નિયમિત રીતે ઈંડા ખાવા જોઈએ. તેમાં વિટામીન એ, બી 12, ઈ હોય છે. તેમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, ફેટી એસિડ પણ હોય છે.
*દાળનો સમાવેશ નિયમિત રીતે ભોજનમાં કરવો જોઈએ. શરીર માટે જરૂરી દરેક પોષક તત્વ દાળમાં હોય છે.
*ઠંડીના દિવસોમાં રસવાળા ફળ પણ ખાવા જોઈએ. શિયાળામાં સંતરા, લીંબૂ, દ્રાક્ષ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફળ વિટામીન સીથી ભરપૂર હોય છે જે શરીરને મજબૂત બનાવે છે.
*શિયાળામાં સૌથી ઉત્તમ ખોરાક છે કઠોળ. કઠોળમાં પ્રોટીન અને ફાયબર ભરપૂર હોય છે. તેમાં રહેલા પોષકતત્વ એટલે કે કેલ્શિયમ, લોહ, પોટેશિયમ, ઝિંક વગેરે શરીરને ઊર્જા પૂરી પાડે છે.
* બટેટા શિયાળામાં શરીરમાં ગરમી વધારે છે. તેમાં વિટામીન બી6, ફોલેટ અને ફાયબર હોય છે.
*શિયાળામાં ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ ડોક્ટર પણ આપે છે. તેમાં વિટામીન ઈ, બી કોમ્લેક્સ, ઓમેગા 3એસ જેવા પોષક તત્વ હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે.
*મશરુમમાં વિટામીન ડી હોય છે. તેથી શિયાળામાં મશરુમ નિયમિત રીતે ખાવા જોઈએ.
*લીલા શાકભાજી પૂરતા પ્રમાણમા ખાવા જોઈએ. શિયાળામાં પાલક જેવી ભાજી પણ નિયમિત ખાવાનો આગ્રહ રાખવો.
*પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાઈબરથી ભરપૂર રતાળુ પણ શિયાળામાં ખાવાથી લાભ થાય છે.
*શક્કરટેટી પણ શિયાળામાં ખાવી જોઈએ