76 વર્ષની ગર્લફ્રેન્ડને લઈને ભાગી ગયા 80 વર્ષનો દેવદાસ,દીકરાએ જે કર્યું તે જાણીને ચોંકી જશો

ઉદયપુર – તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી બધાને આશ્ચર્ય થયું છે. આ કેસ એક 80 વર્ષીય વડીલનો છે, જેમાં 48 વર્ષથી લિવ-ઇનમાં 76 વર્ષની પ્રેમિકા સાથે રહે છે. અહેવાલ મુજબ, આ બંને વડીલો લગભગ 48 વર્ષથી લિવ ઈન સંબંધમાં રહેતા હતા.

પરંતુ, આપણા સમાજમાં જેમ, આવા કોઈ પણ સંબંધો પાર બબાલ કરવામાં આવે છે. આ બંને સાથે પણ કંઈક આવું જ બન્યું. પરંતુ, આ પછી, વડીલના દીકરાએ જે કર્યું તે આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તે બંને 48 વર્ષથી લિવ-ઇનમાં રહેતા હતા અને આથી વડીલના પુત્રને સમાજના ટોણા સાંભળવા પડતા હતા.

 તે બંને 48 વર્ષથી લિવ-ઇનમાં રહેતા હતા

મંગળવારે ઉદયપુર જિલ્લાના એક ગામમાં, જ્યારે એક સમાચાર મળ્યા કે એક 80 વર્ષીય વ્યક્તિ તેની 76 વર્ષીય ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી રહ્યો છે ત્યારે લોકો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અહેવાલ મુજબ, 80 વર્ષીય દેવદાસ કલસુઆના લગ્ન 76 વર્ષીય મગદુ બાઇ સાથે થયા હતા.

આ અનોખા લગ્ન વિશે સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ માન્યું ન હતું કે આ બંને 48 વર્ષથી લિવ-ઇનમાં જીવે છે. લોકોના માટે તે ખૂબ જ આશ્ચર્યજનક હતું કે બંનેના પરિવારોએ આટલો મોટો નિર્ણય કેવી રીતે લીધો.

તો ચાલો તમને આખી વાર્તા જણાવીએ. જે ઉંમરમાં લોકો ભગવાનનું નામ લે છે અને તેમના પૌત્ર પૌત્રીના લગ્ન કરાવે છે, તે ઉંમરમાં લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. પહેલા લોકોએ વિચાર્યું કે કદાચ બંને ફરીથી લગ્ન કરીને તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે બંને પહેલીવાર પતિ-પત્ની બન્યા છે, ત્યારે બધા ચોંકી ગયા હતા.

 પૌત્રો-પ્રપૌત્રોએ આ અનોખા લગ્ન કરાવી લીધા

તે બંને 48 વર્ષથી લિવ-ઇનમાં રહેતા હતા. હકીકતમાં,ઉદેપુરના પરાગિયાપદ ગામમાં રહેતા દેવદાસના લગ્ન પિતા દિતારામ દ્વારા ચંપા બાઇ સાથે કરાવવામાં હતા,. જોકે, પરણિત દેવદાસ થોડા દિવસો પછી નજીકના ગામમાં રહેતા મગડુ બાઇ સાથે પ્રેમમાં પડ્યા હતા. આ પછી, દેવદાસે હિંમત બતાવી અને પત્નીને છોડી મગડુ બાઇ સાથે ભાગી ગયા . આ ઘટના 48 વર્ષ પહેલા બની હતી. બંનેના લગ્ન 48 વર્ષ સુધી થયા ન હતા અને ફક્ત લિવ-ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા.

મળેલ માહિતી મુજબ દેવદાસે મગુબાઈને તેની પહેલી પત્ની ચંપા બાઇ અને બાળકો સાથે તેમના ઘરે રાખી હતી. આ પછી, તેની પત્ની ચંપા બાઇએ તેમના પુત્રો સાથે તેમનું ઘર છોડી દીધૂ . જો કે, ચંપાબાઈ સાથે મગડુબાઈ અને દેવદાસ વિશે ક્યારેય વિવાદ થયો ન હતો.

48 વર્ષ પછી, દેવદાસ અને મગડુ બાઇના સંબંધોને મગડુબાઈના પરિવારના સભ્યોએ મંજૂરી આપી. લગભગ 48 વર્ષ સુધી લિવ-ઇનમાં રહ્યા બાદ બંનેના લગ્ન થયા. આ અનોખા લગ્નમાં સૌથી મોટો ફાળો દેવદાસના પુત્ર અર્જુનલાલ હતો, જે ગામની શાળામાં શિક્ષક છે.

Back To Top