ફિલ્મી દુનિયા થી દૂર આવું જીવન જીવી રહ્યા છે 90 ના દાયકા ના આ ફેવરીટ 5 સ્ટાર્સ, જુઓ તમે પણ…

90 ના દશક ઘણી વસ્તુઓ માટે ઘણો અનોખો હતો. વિશેષ રીતે ઇન્ડિયન સિનેમા અને મ્યુઝિક ની હિસ્ટ્રી માટે આ દશક ઘણું વધારે હતું. આ દશક માં વધારે પડતા મ્યુઝિક વીડિયો નો જલવો પથરાયેલો રહેતો હતો. આ સમયે ઘણા બધા ટીવી સિરિયલ પણ ફેમસ થયા. વાત પછી ચંદ્રકાંતા ની હોય કે પછી શક્તિમાન ની. . . .

આ એવા ટીવી સિરિયલ હતા જે બાળકો થી લઈને વૃદ્ધો સુધી બધા પસંદ કરતા હતા. આ સીરિયલ માં કામ કરવાવાળા કલાકાર આપણા જીવન નો મહત્વ નો ભાગ હતા. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ટીવી ના એવા કલાકારો ના વિશે જે આજે ક્યાંક ખોવાઈ ગયા છે.

શક્તિમાન – મુકેશ ખન્ના

90 ના દશક માં આવવા વાળું સીરીયલ “મહાભારત” પછી મુકેશ ખન્ના “શક્તિમાન” મા પોતાના દમદાર પાત્ર માટે એકવાર ફરી પાછા આવ્યા અને બધા બાળકો ના મનગમતા બની ગયા. એ સમયે બાળકો શક્તિમાન ના કપડા અને સ્ટાઇલ ને ફોલો કરવા લાગ્યા.

બાળકો ની વચ્ચે મુકેશ ખન્ના શક્તિમાન પાત્ર ને લઈને એવો ક્રેઝ હતો જે અત્યાર સુધી કોઈ બીજા માટે જોવા નથી મળ્યો. આજ ના સમય માં મુકેશ ખન્ના મુંબઈ માં એક્ટિંગ સ્કૂલ ચલાવી રહ્યા છે.

સુઝેન ખાન – કસૌટી જિંદગી કી

કસૌટી જિંદગી કી માં અનુરાગ નું પાત્ર કરીને ફેમસ થયેલા સુઝેન ખાન 90 ના દશક ના ઓળખીતા અભિનેતા હતા. આ સીરિયલ માં લોકો એ અનુરાગ અને પ્રેરણા ની જોડી ને ઘણું પસંદ કર્યું હતું. એના પછી સુઝેન ખાન “ક્યા હાદસા ક્યાં હકીકત”, “પિયા કે ઘર જાના હૈ”, “એક લડકી અંજાની સી” અને “સીતા ઔર ગીતા” સિરિયલ માં પણ દેખાયા હતા. “સીતા ઔર ગીતા” સીરીયલ 2009 મા આવતું હતું. આ સીરીયલ પછી સુઝેન ખાન ફિલ્મી દુનિયા થી દુર થઈ ગયા.

શિખા સ્વરૂપ – ચંદ્રકાંતા

1994 થી 1996 માં ટેલિવિઝન પર પ્રસારિત થયેલી સીરીયલ “ચંદ્રકાંતા” માં મુખ્ય અભિનેત્રી નું નામ શિખા સ્વરૂપ છે. શિખા 1988 માં મિસ ઈન્ડિયા નો ખિતાબ પોતાના નામે કરાવી ચૂકી હતી.

શિખા સ્વરૂપ ની સુંદરતા ના ઘણા બધા દીવાના હતા. શિખા 2012-2013 મા આવેલી સીરીયલ “રામાયણ” માં કૈકઈ નું પાત્ર કર્યું હતું. આજ ના સમય માં શિખા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. પરંતુ આજે પણ તેમના પ્રશંસક સોશિયલ મીડિયા પર એમના ફોટો શેર કરતા રહે છે.

અરુણ ગોવિલ – રામાયણ

ટેલિવિઝન દુનિયા માં સૌથી સારી રામાયણ અને ટેલિવિઝન પર સૌથી સારું રામ નું પાત્ર કરવાવાળા ની વાત કરવા માં આવે તો સૌથી પહેલા અભિનેતા અરુણ ગોવિલ નું નામ આવે છે. ટેલિવિઝન પર પહેલીવાર ભગવાન રામ ની છબી માં અરુણ ગોવિલ જ દેખાયા હતા.

અરુણ ગોવિલ રામાયણ સિવાય “ઇતની સી બાત”, “શ્રદ્ધાંજલિ”, “જિયો તો એસે જિયો”, “સાવન કો આને દો” જે ઘણી બધી ફિલ્મો માં પણ કામ કર્યું છે. રામ ની ભૂમિકા નિભાવી ને દર્શકો ના દિલ માં રામ બની ને રહેવાવાળા અરુણ ગોવિલ આજ ના સમય માં અભિનય ની દુનિયા થી દૂર છે.

ગજેન્દ્ર ચૌહાણ – મહાભારત

મહાભારત માં યુધિષ્ઠિર ની ભૂમિકા કરવાવાળા ગજેન્દ્ર ચૌહાણ એક સમય માં ઘણા ફેમસ કલાકાર હતા. એક ઇન્ટરવ્યૂ માં ગજેન્દ્ર ચૌહાણે કીધું હતું કે યુધિષ્ઠિર નું પાત્ર એ મારા જીવન પર એટલી ઊંડી અસર નાખી કે એની સામે મારી વાસ્તવિક છબી ક્યાંક છુપાઈ ગઈ.

હું જ્યાં પણ જતો હતો લોકો મને યુધિષ્ઠિરના નામ થી બોલાવતા હતા. એકવાર ગજેન્દ્ર ચૌહાણે કીધું કે એક સ્ત્રી મારી પાસે આવી અને કહેવા લાગી કે હું તમને લાફો મારવા માંગું છું, તમારી હિંમત કઈ રીતે થઈ દ્રોપદી ને જુગાર માં દાવ પર લગાવવા ની. અમે તમને બતાવી દઈએ કે ગજેન્દ્ર ચૌહાણ એસબીઆઇ ના ચેર પર્સન પણ રહી ચૂક્યા છે.

શ્વેતા ક્વાત્રા – કહાની ઘર ઘર કી

“કહાની ઘર ઘર કી” માં પલ્લવી નું પાત્ર કરવાવાળી શ્વેતા એ સમયે ઘર ઘર માં ફેમસ થઈ ગઈ હતી, પરંતુ આજ ના સમય માં શ્વેતા ક્વાત્રા પણ ગુમનામી ના અંધારા માં ક્યાંક ખોવાઈ ગઈ છે.

Back To Top