આ 6 ભારતીય ક્રિકેટરોની પત્નીઓ છે ધનવાન અને ખુબસુરત, જુઓ વાયરલ ફોટાઓ…

આપણા ભારતમાં જેટલો ક્રેઝ બોલિવૂડ સ્ટાર્સનો છે, તેનાથી ઘણો વધુ ક્રેઝ યુવાનોમાં ક્રિકેટરોનો પણ છે. તેમની પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફ કોઈથી છુપાઈ નથી.

બોલિવૂડ અભિનેતાઓની જેમ ક્રિકેટ સ્ટાર પણ કમાણીની બાબતે કોઈથી ઓછા નથી. આજે અમે તમને ક્રિકેટરો વિશે નહીં પરંતુ તેમની સુંદર પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ જે ફક્ત પ્રખ્યાત જ નથી પરંતુ કમાણીની બાબતે પણ બધાને પાછળ છોડી દે છે. ચાલો જાણીએ તેમના નામ અને જોઈએ તેમની તસવીરો.

રોહિત શર્મા:

હિટમેનના નામથી પ્રખ્યાત ક્રિકેટર રોહિત શર્મા ક્રિકેટમાં તેમના ચોક્કા અને સિક્સર માટે પ્રખ્યાત છે. તે માત્ર એક સારા બેટ્સમેન જ નહીં પરંતુ એક મહાન કેપ્ટન પણ છે. કદાચ આ જ કારણ છે કે તેની આઈપીએલ ટીમ પણ 4 વાર ટ્રોફી જીતી ચુકી છે.

જણાવી દઈએ કે રોહિતે વર્ષ 2015 માં રિતિકા સજ્દેહ સાથે લગ્ન કર્યા હતા. તે ખૂબ જ શ્રીમંત કુટુંબ સાથે જોડાયેલી છે. તેના પિતા બોબી સજ્દેહનો પણ મુંબઇના પોશ વિસ્તારમાં એક શાનદાર બંગલો છે, તેમના ભાઈ વિશે વાત કરીએ તો તે પ્રખ્યાત સેલિબ્રિટી મેનેજર છે.

રવિન્દ્ર જાડેજા:

રવિન્દ્ર જાડેજા એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે દેશભરમાં જાણીતા છે. તેની પત્નીનું નામ રીવાબા સોલંકી છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. રેવાબા વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. તેનું ફેમિલિ બેકગ્રાઉંડ પણ ખૂબ જ મજબૂત છે. તેમનો પરિવાર ગુજરાતના સૌથી ધનિક ઘરોના લિસ્ટમાં શામેલ છે અને રાજકારણના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

હરભજનસિંહ:

પંજાબ દે શેર હરભજન સિંહે લાંબા સમયથી સતત ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણે બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે હવે ગીતા ફિલ્મો છોડી ચુકી છે. પરંતુ છતાં પણ તેની આવકમાં કોઈ ઘટાડો થયો નથી. તેના પિતા રાકેશ બસરા ઇંગ્લેન્ડના જાણીતા બિઝનેસમેન છે.

સચિન તેંડુલકર:

ક્રિકેટ ગુરુ સચિન તેંડુલકર આજે ભલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે, પરંતુ તેમનું નામ દેશનું દરેક બાળક જાણે છે. તેણે અંજલિ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે તે લવ મેરેજ હતા, પરંતુ આજે પણ બંને પતિ-પત્ની વચ્ચે ખુબ જ પ્રેમ છે. જણાવી દઈએ કે અંજલિ સચિન કરતા 6 વર્ષ મોટી છે અને પ્રખ્યાત ડોક્ટર પણ છે. તેના પિતા સમુદ્ર વ્યવસાયી છે.

વીરેન્દ્ર સહેવાગ:

સચિનની જેમ વીરેન્દ્ર પણ ક્રિકેટથી અંતર બનાવી ચૂક્યો છે પરંતુ તેણે પોતાની શાનદાર બેટિંગથી દરેકના હૃદયમાં એક અલગ છાપ છોડી છે. વર્ષ 2004 માં તેમના લગ્ન આરતી અહલાવત સાથે થયા હતા. આ લગ્ન એક લવ મેરેજ હતા. આરતી એક પ્રખ્યાત વકીલની પુત્રી છે. જ્યારે સેહવાગ સાથે તેના લગ્ન થયા તે સમયે તે માત્ર 21 વર્ષની હતી.

ગૌતમ ગંભીર:

ક્રિકેટ જગતથી રાજકારણનો રસ્તો પકડનારા ગૌતમ ગંભીર લાખો લોકોની પસંદગી છે. તેણે નતાશા જૈન સાથે લગ્ન કર્યા હતા. નતાશા એક પ્રખ્યાત કાપડ ઉદ્યોગપતિની પુત્રી છે, તેથી તે ખૂબ જ મજબૂત બેકગ્રાઉંડ સાથે સંબંધ ધરાવે છે.

Back To Top