કહેવાય છે ને કે જે વસ્તુ આપણને રડાવે છે એ જ વસ્તુ આપણને અંદરથી મજબૂત પણ બનાવે છે. આજે અમે કંઈ એના વિશે જ કહેવાના છીએ. જે આપણને લડાવવા માટે ફેમસ છે. બીજું કંઇ નહીં પરંતુ અમે ડુંગળી ની વાત કરી રહ્યા છીએ.
ડુંગળીએ દરેકના રસોડામાં મળી આવતી હશે. ડુંગળીનો ઉપયોગ તમે ખાવાનુ બનાવવા સિવાય ઘણી બીજી રીતે પણ કરી શકો છો, જેમાં નાની-મોટી ચોટ લાગી હોય કે પછી થોડી બિમારીઓ થઇ હોય તો તે પણ ઠીક કરી શકાય છે.
આજે અમે તમને એના વિષે જ જણાવવાના છીએ.
ડુંગળી ના ફાયદાઓ
જંતુઓ કરડે ત્યારે
જયારે તમને જંતુઓ કરે છે ત્યારે એ જગ્યાએ ડુંગળી ઘસવાથી ખૂબ ફાયદો મળે છે.
તમે કદાચ આ વાત પહેલા પણ સાંભળી હશે, અથવા ઘણાને આ વાત અજુગતી લાગશે.પરંતુ આ સત્ય છે.
જો તમને અથવા બીજા કોઈને જંતુ કરડે તો હવે પછી આ પ્રયોગ કરી જુઓ, તરત ફાયદો મળશે.
હાથમાં બળતરા
હાથ માં બળતરા થાય ત્યારે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે, કારણ ખેર ડુંગળીની પ્રકૃતિ ઠંડી છે.
અને એની પ્રકૃતિ દર્દનિવારક ઔષધી જેવી હોય છે. જ્યારે હાથમાં બળતરા થાય ત્યારે ડુંગળી ઘસવાથી ઘણો આરામ મળે છે.
વાળ ખરતા અટકાવી શકાય છે
વાળના મૂળમાં ડુંગળી ઘસવાથી વાળ કાળા તેમ જ મુલાયમ થાય છે. એનાથી વાળનું ખરવાનું પણ ઓછું થાય છે,જેનાથી વાળને વધવામાં ગ્રોથ મળે છે.
ગઠિયા વા માં
સાંધાના દુખાવા અથવા ગઠીયા માં ડુંગળીના રસને સરસવના તેલમાં મિલાવીને માલિશ કરવાથી રાહત મહેસુસ થાય છે.
ઇન્ફેક્શન રોકવા માટે
ડુંગળીના રસમાં બેક્ટેરિયા નાશક ગુણ હોય છે. જેને અમે લાગેલી જગ્યા પર લગાડો એટલે એનાથી ઇન્ફેક્શન વધતુ અટકી જાય છે.
આ સિવાય પણ ડુંગળી ના ઘણા બધા ફાયદાઓ છે, જ્યારે શરીરમાં ફાંસ લાગી જાય ત્યારે ડુંગળી નો ટુકડો લઈને ફાંસની જગ્યાએ 30 થી 40 મિનિટ સુધી ગુમાવો, તે પોતાની જાતે જ બહાર આવી જશે.