પોતાની હેલ્થને લઈને જાગ્રુત બહુ ઓછા માણસો હોય છે. પરંતુ હકીકતમાં આપણે આપણી હેલ્થને લઈને જાગૃત બનવાની જરૂર છે. કારણકે ઘણી એવી વસ્તુઓ આપણે ખાઈએ છીએ જે શરીરને નુકસાનકારક હોય છે. પરંતુ આપણને તેની જાણકારી હોતી નથી.
સ્વાસ્થ્યના લાભો માટે કોથમીર નું જ્યુસ એક સારો વિકલ્પ છે, કોથમીર ના પાંદડા હોય છે તો નાના પરંતુ તેનું કામ ખૂબ જ મોટું છે. કોથમીર એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇટો ન્યુટ્રિયન્સ રહેલાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણાં લાભદાયક સાબિત થાય છે.
કોથમીર ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે કરે છે. એમાં એન્ટિ સેપ્ટિક તાકાત અને વાયુનાશક ગુણ હોય છે. તમને ભલે કોથમીર જોઈને કારેલા યાદ આવે પરંતુ એનો સ્વાદ અને સુગંધ ખુબ જ સારી હોય છે. અને કોથમીરને મસાલા તરીકે પણ ઉપયોગ થતો હોવાથી આખા વિશ્વમાં તેની માંગ પણ વધારે છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. અને સૌથી સારી વાત કે આ મોંઘી નથી, દરેક ઘરના કિચનમાં આ મળી આવે છે. ઘણી વખત શાક લઇને કોથમીર મફત મળે એવું પણ થાય છે.
ચાલો જાણીએ કોથમીર ના જયુસ ના ફાયદા
કિડનીની સફાઈ
જે વાંચવા તમે અહીં આવ્યાં છો, તે જણાવી દઈએ કે કિડનીની સફાઈ માટે કોથમીર ઘણું સારું કામ કરે છે. આપણી કિડની એક પ્રકારનું ફિલ્ટર છે. જે વર્ષોથી આપણા લોહીની ગંદકીને સાફ કરી અને ચોખ્ખું કરવાનું કામ કરે છે. પરંતુ દરેક ફિલ્ટરની જેમ આ ફિલ્ટર એટલે કે કિડનીને પણ સાફ રાખવી જરૂરી છે. જેથી તે પોતાનું કામ સારી રીતે કરી શકે.