આપણા દરેકના રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે દરરોજ ઉપયોગમાં લેવાતી હોય છે. અને આ માત્ર સ્વાદ માટે નહીં પરંતુ તેના ઘણા ફાયદાઓ પણ હોય છે, એવી જ એક વસ્તુ આદુ પણ છે. આદુ પણ શરદી ઉધરસ થી બચાવવા માટે ફાયદાકારક છે.
આદુમાં આયન, કેલ્શિયમ, આયોડિન, ક્લોરિન્સ અને વિટામિન્સ જેવા પોષક તત્વોનો ભરપૂર ભંડાર છે. આયુર્વેદમાં પણ આદુના વખાણ તો થયા છે સાથે-સાથે તેની ઘણી ખૂબીઓને દર્શાવવામાં આવી છે. અને લગભગ આપણે બધા લોકોએ તેના ફાયદાઓ વિશે અચૂક વાંચ્યું હશે અથવા તો સાંભળ્યું હશે. પરંતુ આ જ તત્વ ઘણા લોકો માટે ઝેરનું પણ કામ કરી શકે છે તો ચાલો જાણ્યા, કે કયા લોકોએ આદુનું સેવન કરવું જોઇએ નહીં.
સૌપ્રથમ અને ખૂબ જ અગત્યની બાબત કે પ્રેગ્નન્સીના શરુઆતી સમયમાં મહિલાઓ માટે આદુનું સેવન કરવું તે સારું છે, કારણકે આનાથી મોર્નિંગ સિકનેસ અને કમજોરી ને પણ દુર કરવામાં મદદ મળે છે. પરંતુ એની સામે છેલ્લા ત્રણ મહિનાઓ માટે પ્રેગનેન્ટ મહિલાઓએ આદુનું સેવન કરવું જોઇએ નહીં, કારણકે આનું સેવન કરવાથી પ્રિમેચ્યોર ડિલિવરી અથવા લેબર નો ખતરો વધી જાય છે.
જે લોકોને હીમોફીલિયા હોય આવા લોકોએ પણ આદુનું સેવન ભૂલથી પણ કરવું જોઈએ નહીં. કારણકે આદુ ખાવાથી લોહી પાતળું થવા લાગે છે અને આ બ્લડ ડિસોર્ડર ધરાવતા લોકો માટે આદુનું સેવન જરા પણ સારું માનવામાં આવતું નથી. આથી આવા લોકોએ ભૂલથી પણ આદુનું સેવન ન કરવું જોઈએ. અને આવા લોકો માટે એમ પણ કહી શકાય કે આદુ એ ઝેર સમાન છે.
આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જે વજન વધારવા માંગતા હોય છે, તો વજન વધારવા માગતા લોકોએ પણ આદુ ખાવાથી બચવું જોઈએ. આવું એ માટે કારણ કે આદુ ભૂખ ઓછી કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આથી જો વજન વધારવા માંગતા હોય એવા લોકો આદુનું સેવન કરે તો તેના શરીર પર ઉંધી અસર પડે છે.
આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેને આપણે જાણીએ છીએ કે તેઓ નિયમિતપણે દવાઓ નું સેવન કરતા રહે છે, આવા લોકોએ પણ આદુ ખાવાથી બચવું જોઈએ. શું કામ? કારણકે દવાઓમાં રહેલા ડ્રગ્સ જેવા કે એન્ટિકોગુલેંટ્સ, બેટા-બ્લોકર્સ અને ઇન્સ્યુલીન વગેરે જેવા તત્વો આદુની સાથે મળીને શરીર માટે ખતરનાક અને હાનિકારક મિશ્રણ બનાવે છે, જે શરીરને નુકશાન પહોંચાડે છે. આથી આવા લોકોએ પણ આદુનું સેવન કરવું જોઇએ નહીં.