હવે ધીમે ધીમે મોસમ બદલાઈ ગયું છે, અને ગરમી શરૂ થઈ ચૂકી છે. ગરમીઓમાં વધારે પડતા લોકોને પૂ છવામાં આવે કે તમને લીંબુ પાણી પીવું પસંદ છે કે કેમ, તો લગભગ બધા લોકો હા પાડશે. કારણકે લીંબુ પાણી શરીરને ઠંડક આપે છે. અને જો અમે જણાવીએ કે જો એનું સારી અને સાચી રીતે સેવન કરવામાં આવે તો ભજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો તમે પણ આનું સેવન ચાલુ કરી દેશો.
આપણામાંથી ઘણા લોકો એવા હશે જે જાતજાતના ઉપાયો કરતા હશે પરંતુ વજન ઘટતું હોતું નથી. આવા લોકો લીંબુ પાણી ટ્રાય કરી શકે છે. તત્વો માં આમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આથી આ તત્વો ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ સાથે-સાથે ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
કઈ રીતે બનાવશો લીંબુપાણી? જાણો આ રીત
લોકો મોટાભાગે પાણીમાં ખાંડ, લીંબુ અને થોડું મીઠું નાખીને પીતા હોય છે પરંતુ જો તમે વજન ઘટાડવા માંગતા હો તો પાણીમાં માત્ર લીંબુનો રસ અને થોડું મધ મિક્સ કરીને પીવો. અને સવારે આનું ખાલી પેટ સેવન કરો. થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.
ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
લીંબુ પાણી શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે એટલે કે વધારે છે. જે આપણને વજન ઓછા કરવામાં મદદ કરે છે. જો તમારું શરીર હાઇડ્રેટેડ રહેતું હોય તો આ નુસખો તમારા માઈટોકોન્ડ્રીઆ ને બરાબર રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
ઠંડા લીંબુ પાણીમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. કઈ રીતે? હકીકતમાં ગણતરી કરીએ તો પાણીમાં 0, 1 લીંબુ માં અંદાજે 15-17 અને એક ચમચી મધમાં આશરે 64-65 જેટલી કેલરી હોય છે. આથી જો આનું સેવન કરવામાં આવે તો તમને શરીરમાં ઠંડક પણ મળે છે અને સાથે સાથે વજન ઘટાડવા માટેનો એક આ સારો વિકલ્પ પણ બની શકે છે.
તમે જ્યારે પણ લીંબુ પાણી પીતા હશો ત્યારે તમે મહેસુસ કર્યું હશે કે લીંબુ પાણી પીવાથી ઘણા સમય સુધી તમારે બીજું કંઈ ખાવાની ઈચ્છા થતી નથી. એટલે કે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે. અને આને કારણે આપણે ઓવરઈટિંગ થી બચી શકીએ છીએ, જે પણ એક રીતે વજન ઘટાડવામાં જ મદદ કરે છે. આથી જો ખાવાના સમયે વચ્ચે લીંબુ પાણી પીવામાં આવે, તો તમે તમારી ભૂખને પણ નિયંત્રિત કરી શકો છો.
ઉપર જણાવ્યા પ્રમાણે સવારે જો ખાલી પેટ લીંબુ પાણી સાચી રીતે પીવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ જો ગરમ લીંબુપાણી પીવામાં આવે તો મેટાબોલિઝમ વધે છે અને ચરબી વધુ ઝડપથી બર્ન થાય છે.
ઠંડા લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરના ઝેરીલા તત્વ જેને ટોક્સિન તરીકે પણ ઓળખીએ છીએ તે શરીરની બહાર નીકળવામાં મદદ થાય છે. અને આને કારણે આસાનીથી વજન ઘટાડી શકાય છે.
લીંબુ પાણીનું સેવન કેટલી માત્રામાં કરવું તેના માટે ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ, કારણકે વજન પ્રમાણે અમુક લોકોએ ઓછી માત્રામાં તો અમુક લોકો દિવસમાં બે વાર લીંબુ પાણી પી શકે છે.
એક રિસર્ચ અનુસાર, લીંબુપાણી દરરોજ એક કપ પીવામાં આવે તો આખા વર્ષમાં અંદાજે 39000 જેટલી કેલરી બર્ન કરી શકીએ છીએ.