જ્યારે માણસ પર કરજ વધી જાય છે ત્યારે માણસ પરેશાન રહે છે. અને આ કરજ ઉતારવા માટે નીત-નવા ઉપાય કરે છે. કરજમાં ડૂબેલો વ્યક્તિ માનસિક રૂપે નબળો પડી જાય છે. જો તમારી ઉપર પણ કરજ ચડી ગયું હોય અને તેને ઉતારવામાં તકલીફ થઈ રહી હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી. નીચે દર્શાવેલા ઉપાયો કરવાથી તમને ધન લાભ થશે અને સહેલાઇથી તમારું કરજ દૂર થશે.
મસૂરની દાળ
કરજ ઉતારવા માટે તમે મસૂરની દાળનો ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે. અને કરજ સહેલાઇથી ઊતરી જાય છે. કરજ ઉતારવા માટે મસૂરની દાળનું દાન કરવું જોઈએ અને મંગળવારના દિવસે હનુમાનજીને આ દાળ ચડાવવી જોઈએ. મંગળવારના દિવસે સ્નાન કરીને મંદિરે જવું જોઈએ. ત્યાં જઈ હનુમાનજીની પૂજા કરી અને મસૂરની દાળ ચડાવવી જોઈએ. આ ઉપાય સાંજે ૭ વાગ્યે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા પર ચડેલું ઉતરી જશે.
ભગવાન ગણપતીની પ્રતિમા
ભગવાન શ્રી ગણેશને વિઘ્ન હર્તા માનવામાં આવે છે. તે લોકો ના બધાજ વિધ્ન હરી લે છે. બધા શુભ કામમાં સૌથી પહેલાં ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. તમારે પણ કરજની સમસ્યા દૂર કરવા માટે ગણપતિજીની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત તમારા ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિજીની ૨ પ્રતિમા લગાવવી જોઈએ. યાદ રાખવું કે આ પ્રતિમા લીલા રંગની જ હોવી જોઈએ. આ પ્રતિમાઓ એવી રીતે ગોઠવવી કે જેથી બંને પ્રતિમાઓની પીઠ એકબીજા તરફ રહે. આ પ્રતિમાઓ બુધવારના દિવસે લગાવવી જોઈએ.
ગાયને નાખો લીલું ઘાસ
ગાયને ઘાસ નાખવું આપણી પરંપરાઓમાં પહેલેથી જ શુભ માનવામાં આવે છે. જો તમે કરજના બોજ હેઠળ દબાયેલા છો તો તમારે દર બુધવારે ગાયને લીલું ઘાસ નાખવું જોઈએ. આ ઉપાય ઓછામાં ઓછા પાંચ બુધવાર સુધી એકધારો કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કરજ દૂર થશે. આ ઉપરાંત નિયમિત રૂપે ભોજન ગ્રહણ કરતાં પહેલાં ગાય માટે અલગ કાઢવું જોઈએ.
કરો લક્ષ્મી માતાજીની પૂજા
માં લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવાથી ધન સાથે જોડાયેલ બધી સમસ્યાઓ દૂર થાય છે. માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરીને તેમને કમળનું ફૂલ અર્પણ કરવું જોઇએ. આવું કરવાથી કરજ તો દૂર થાય જ છે ઉપરાંત ધન લાભ પણ થાય છે.