ટીવી સીરિયલ સાંઈ બાબા માં લીડ રોલ ભજવતા એક્ટરને જોઈને લાગે તે રિયલ લાઈફમાં પણ બાબા જેવો જ હશે. સાંઈ બાબાનું પાત્ર ભજવતા એક્ટરનું નામ અબીર સૂફી છે. તેનું અસલ નામ વૈભવ સારસ્વત છે. તેની રિયલ લાઈફ સામાન્ય વ્યક્તિ જેવી છે. તેને સાંઈ બાબાના પાત્રમાં જોઈને ફેન્સ ભક્તિભાવથી ભરાઈ જાય છે. એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક્ટિંગ ક્ષેત્રે પગ મૂકતાં પહેલા તે ક્રિમિનલ લોયર હતો. લાંબા સમય સુધી વકીલાત કરી હતી.
તેને સારી ઓળખ સીરિયલ મેરે સાંઈથી મળી પહેલા અબીર ઘણા પ્રકારના રોલ કરી ચૂક્યો છે. કોમેડી અને રાજકારણ જેવા વિષયોને લગતા રોલનો સમાવેશ થાય છે. પહેલીવાર સાંઈ બાબાનો શાંત રોલ કરીને અબીર ખુશ છે. સાંઈ બાબાનો રોલ કરીને મળેલી સફળતા અંગે અબીરે કહ્યું કે આ પ્રકારના રોલ કરવાથી તમને એક છબિમાં બાંધી દેવામાં આવે છે. હું જ્યારે દર્શકોને મળું છું ત્યારે તેમનો પ્રેમ જોઈને મને આ રોલ કરવાનો અફસોસ રહતો નથી.
અબીરને નોર્મલ લૂકમાં જોઈને ઘણા કહે છે કે તે સાંઈ બાબાના ગેટઅપમાં જ સારો લાગે છે. તેના અવાજના કારણે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. મેરે સાંઈ સીરિયલમાં સાંઈ બાબાનો રોલ ઉપરાંત તેણે ભગવાન શિવનો લીડ રોલ ભજવ્યો હતો.