દુનિયામાં ઘણી પ્રકારના લોકો હોય છે અને દરેકની રાશિ અલગ-અલગ હોય છે. તો તમારે રાશિ અનુસાર કયા દેવી અને દેવતા ની પૂજા કરવાથી તમને તમારા જીવનમાં લાભ થશે. રાશિ અનુસાર પૂજા કરવાનો પ્રભાવ શું હોય છે?
માન્યતા અનુસાર પૃથ્વી ઉપર 33 કરોડ ભારતીય દેવી-દેવતાઓ છે દરેક વ્યક્તિ અલગ અલગ દેવી અને દેવતાની પૂજા આરાધના કરે છે. માન્યતા છે કે રાશિ અનુસાર અને દેવતાની પૂજા કરવાથી દિવ્ય શક્તિનો વિકાસ થાય છે.
દેવી અને દેવતાની પૂજા કરવાથી ગ્રહોની સ્થિતિમાં પણ બદલાવ થાય છે. રાશિ અનુસાર દેવી અને દેવતા અને પૂજા કરવાથી તમારા રાશિમાં રહેલા ગ્રહદોષ દૂર થાય છે. તેમજ તમારા જીવનમાં શાંતિ આપે છે.
1. મેષ – અ,લ,ઈ (Aries):
મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળ મેષ રાશિનો માલિક છે મેષ રાશિના લોકોએ મંગળ ગ્રહ ને મજબૂત બનાવવા માટે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ.
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્ર વૃષભ રાશિનો ગૃહ છે. વૃષભ રાશિના જાતકોએ માતા લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ.
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે બુધ મિથુન રાશિના માલિક ગ્રહ છે બુધ રાશિના દેવતા શ્રીમન્નારાયણ છે એટલા માટે મિથુન રાશિના જાતકોએ ભગવાન નારાયણની પૂજા-અર્ચના કરવી જોઈએ.
4. કર્ક – ડ,હ (Cancer):કર્ક રાશિનો માલિક ચંદ્રમા છે ગૌરી શાંતિ અને દયાની દેવી છે એટલા માટે કર્ક રાશિના જાતકોએ ગૌરીની પૂજા કરવી જોઈએ.
5. સિંહ – મ,ટ (Lio):
સિંહ રાશિનો માલિક સૂર્ય છે માટે આગ્રહ ના માલિક દેવતા ભગવાન શિવ છે એટલા માટે સિંહ રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના પૂજા કરવી જોઈએ.
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
કન્યા રાશિ નો સ્વામી ગ્રહ બુધ છે વિષ્ણુ અવતાર ભગવાન નારાયણ બુધ ગ્રહના માલિક છે એટલા માટે કન્યા રાશિના જાતકોએ શ્રી નારાયણ ની પૂજા-અર્ચના કરવી જોઈએ.
7. તુલા – ર,ત (Libra):
તુલા રાશિનો માલિક ગ્રહ શુક્ર છે શુક્ર ગ્રહ ના સ્વામી દેવી લક્ષ્મી છે માટે તુલા રાશિના જાતકોએ સૌભાગ્ય અને ધનપ્રાપ્તિ માટે માં લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવી જોઈએ.
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
વૃશ્ચિક રાશિ વિક્રમ મંગળ છે માટે મંગળ ગ્રહ ના માલિક દેવતા ભગવાન શિવ છે એટલા માટે વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળ ને મજબૂત કરવા માટે ભગવાન શિવની પૂજા-આરાધના કરવી જોઈએ.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ધન રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે તેનો સ્વામી શ્રી દક્ષિણામુર્તિ છે દક્ષિણામૂર્તિ જે ભગવાન શિવનો એક અવતાર માનવામાં આવે છે એટલા માટે ધનુ રાશિના જાતકોએ શ્રી દક્ષિણામુર્તિ પૂજા-અર્ચના કરવી જોઈએ.
10. મકર – જ, ખ (Capricorn):
મકર રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે એટલા માટે મકર રાશિના જાતકોએ શિવની પૂજા-અર્ચના કરવી જોઈએ જેનાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
કુંભ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે ભગવાન શિવ મંગળના માલિક છે એટલા માટે કુંભ રાશિના જાતક અરે ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ.
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
મીન રાશિના માલિક બૃહસ્પતિ છે.બૃહસ્પતિના સ્વામી શ્રી દક્ષિણામુર્તિ છે .માટે મીન રાશિના જાતકોએ દક્ષિણામૂર્તિ પૂજા-અર્ચના કરવી જોઈએ.