ઘણા દિવસો જેલમાં રહી ચુકી છે બોલીવુડની આ એક્ટ્રેસ, તમને જાણીને નવાઇ લાગશે…

બોલીવુડના એવા ઘણા સિતારાઓ છે જેનું નામ કાનૂની દસ્તાવેજો સાથે જોડાયેલ છે, તેમાં ઘણા એક્ટર્સના નામ સામેલ છે, અને તેની પાસે પોલીસે પણ ઘણીવખત આવવું પડે છે કેમ કે સેલીબ્રીટી હોવાથી તેને પકડીને લઇ જવું પણ એટલું આસાન કામ નથી.

જણાવી દઈએ આવા કાનૂની દસ્તાવેજોમાં માત્ર એક્ટર જ નહિ પણ એક્ટ્રેસના નામ પણ શામેલ છે. જેલની હવા ખાઈ ચુકી છે બોલીવુડની આ એક્ટ્રેસ, પરંતુ તેનું જેલમાં જવાનું સાચું કારણ શું હતું એ જરૂર જાણવું જોઈએ.

ઘણા દિવસો જેલમાં રહી ચુકી છે બોલીવુડની આ એક્ટ્રેસ

બોલીવુડની હિરોઈનો સુંદરતમા પાછી પડે તેમ નથી, સુંદરતામાં એક કરતા એક વધુ છે અને દરેક એક્ટ્રેસ ટેલેન્ટ પણ ખુબ જ ધરાવે છે. પરંતુ તેનું નામ કાનૂની કાર્યવાહીમાં ફસાઈ ચુક્યું છે. તો ચાલો જાણીએ આ એક્ટ્રેસ વિશે જેનું નામ કાનૂની દસ્તાવેજોમાં સામેલ થઇ ચુક્યું છે.

શ્વેતા બાસુ

સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતાને તમે બોલીવુડ ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં જોઈ હશે. જણાવી દઈએ કે શ્વેતાએ તેના કરિયરની શરૂઆત તેની 12 વર્ષની ઉંમરે એકતા કપૂરે ટીવી સીરીયલ ‘કહાની ઘર-ઘર કી’ થી કરેલી, ધીરે ધીરે શ્વેતાએ સાઉથના ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું. એક સમય હતો જયારે તે સફળતાના શિખરે પહોચવાની જ હતી તે સમયે અચાનક પોલીસ રેડ પડી અને તેનું નામ સેક્સ રેકેટમાં આવી ગયું, તે સમયે તે પકડાઈ ગઈ અને ફસાઈ ગઈ.

મધુબાલા

બોલીવુડની ખુબ સુંદર અને જાણીતી અભિનેત્રી મધુબાલા કિશોર કુમારના પ્રેમમાં પડીને 36 વર્ષની જ ઉંમરમાં આ દુનિયા છોડીને ચાલી ગઈ. જણાવો દઈએ કે તેને તેની 36 વર્ષની ઉંમરમાં જ સફળતા, નિષ્ફળતા, દગો અને જેલ બધું મળી ગયું હતું. બીઆર ચોપડાએ તેના પર પૈસા લઈને ફિલ્મ ન કરવાનો આરોપ લગાવ્યો હતો તેથી તેને થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.

મમતા કુલકર્ણી

આ લીસ્ટમાં મમતા કુલકર્ણીનું નામ પણ સામેલ છે. મમતાએ 90 માં દશકમાં અમુક ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં સલમાન સાથે ફિલ્મ કારણ અર્જુન અને અક્ષય કુમાર સાથે સબસે બડા ખિલાડી સામેલ છે. પરંતુ ત્યાર પછી મમતાનું નામ અંડરવર્લ્ડ ડોન સાથે જોડાયું હતું અને ડ્રગ્સ લેવા અને રાખવાના આરોપમાં તેને જેલની સજા થઇ હતી.

સોનાલી બેન્દ્રે

જોનાલી બેન્દ્રેનું નામ બોલીવુડની સૌથી ભોળી-ભાળી એક્ટ્રેસના લીસ્ટમાં સામેલ છે. પરંતુ જયારે તે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શુટિંગમાં કામ કરી રહી હતી ત્યારે સલમાન ખાન સાથે હરણ મારવાના કેસમાં તેનું નામ પણ સામેલ થયું હતું. જો કે હરણ તો સલમાને માર્યું હતું પણ આ લોકોએ તેને રોકવાની કોશિસ ન કરવાથી સોનાલી ની સાથે તબ્બુ, નીલમ અને સૌફ અલી ખાન પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા.

Back To Top