અંબાણીની કારની ચાવી ખોવાઈ ગઈ, કંપનીનો માલિક ચાવી લઈને હેલિકોપ્ટરથી પહોંચ્યો

મોટા માણસો નાના મોટા કાર્યો કરે તો પણ હેડલાઇન બની જાય છે. ભારતમાં ઘણી મોટી હસ્તીઓ છે તેમના કાર્યોની વાત સાંભળવામાં આવે છે પછી ભલે તે તેમના ઘરે યોજાયેલી પાર્ટીની ચર્ચા હોય અથવા તેમના કુટુંબ-સંબંધની કોઈ વાત હોય. આવી જ એક વ્યક્તિ છે જેમની સમૃદ્ધ અને વૈભવી જીવનની વાતો ઘણી વાર હેડલાઇન્સમાં આવે છે, દેશના સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીની વાત અહી કરીશું.

મુકેશ અંબાણીનો ધંધો જેટલો મોટો છે તેટલી મોટી કાર તેની પાસે છે. તેમની પાસે એક કે બે નહીં પરંતુ 150 કાર છે. તમે ક્યારેય વિચાર્યું નહિ હોય કે મુકેશ અંબાણીની કારની ચાવી ખોવાઈ જાય તો તે શું કરશે. તેને કેવી રીતે શોધવી? જ્યારે તેમની કારની ચાવી ખોવાઈ જાય છે ત્યારે તેઓ તેને લેવા માટે એક હેલિકોપ્ટર મોકલે છે. તમને આ વાત નવીન લાગી હશે પરંતુ આ વાત સાચી છે. તમને તેના વિષે એક ઘટના સાંભળીને તેની પરીસ્થિતિનો ખ્યાલ આવી જશે.

આ રીતે હેલીકોપ્ટરમાં જર્મની થી એન્ટિલિયા ડુપ્લિકેટ ચાવી આવી

મુકેશ અંબાણી એક દિવસ તેની ઓફિસ જવા માટે તેમના ઘરના એન્ટિલિયાના પાર્કિંગમાં ગયા. તેની પ્રિય મર્સિડીઝ કારની ચાવી માટે તેમના ખિસ્સામાં હાથ નાખે છે પરંતુ ખિસ્સામાં ચાવી મળી નહી. આ ચાવી માટે 27 મી માળમાં તપાસ કરવામાં આવી તો પણ મળી નહીં.

ત્યાર પછી અંબાણી ઓફિસ જવા માટે બીજી કાર માં જતાં રહે છે, ત્યારબાદ અંબાણી આઈ.આઈ.એમ પાસઆઉટ મર્સિડીઝમાં જનરલ મેનેજરને કોલ કરીને ઓફિસ પર બોલાવે છે. પછી 3 વાગ્યે એક હેલિકોપ્ટર એન્ટિલિયાના ઉપરના માળ પર ઉતર્યું તેમાં જર્મનીનો મર્સિડીઝ અધિકારી બેઠેલો હતો તેને ડુપ્લિકેટ ચાવી અંબાણીના સ્ટાફને આપીને પાછા જર્મની ચાલ્યા ગયા.

મુકેશ અંબાણીની પ્રતિ કલાક 1.20 કરોડ અને દરરોજ 29 કરોડ કમાય છે. દેશના સૌથી ધનિક વ્યક્તિના ઘરે 6 માળમાં ફક્ત પાર્કિંગ છે જેમાં 20 કે 50 જ નહીં પરંતુ 168 કાર રાખી શકાય છે. કેટલાક મીડિયાનાં સમાચાર મુજબ તેની પાસે 150 થી વધુ કાર છે આથી તેણે આટલી મોટી પાર્કિંગની જગ્યા બનાવી છે. મુકેશ અંબાણીની મુખ્ય કારમાં મેબેચ 62, મર્સિડીઝ એસ ક્લાસ, બેન્ટલી ફલાઇંગ સ્પુર, રોલ્સ રોયસ ફેન્ટમ અને બ્લેક મર્સિડીઝ એસએલ 500 નો સમાવેશ થાય છે.

Back To Top