ત્વચા અને વાળની સંભાળ રાખવા માટે અશ્વગંધા શ્રેષ્ઠ ઔષધિ છે, જાણો કઇ રીતે ??

આયુર્વેદિક ઉપચારમાં સૌથી શક્તિશાળી ઔષધિઓમાંથી એક અશ્વગંધા તમારી સુંદરતા પણ નિખારવાનું કામ પણ ખૂબ સરળતાથી કરી શકે છે. તેમાં રહેલું એન્ટીઑક્સિડેન્ટ, આર્યન અને એમિનો એસિડ તેને એક ચમત્કારી ઔષધિમાં સ્થાન અપાવે છે.

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં અશ્વગંધાને રસાયણ માનવામાં આવે છે, એટલે કે કાયાકલ્પ. આ શરીરમાં હોર્મોનને સંતુલનમાં રાખે છે. આ ઉપરાંત અશ્વગંધા કેટલાય પ્રકારની સ્કિન અને વાળ સંબંધિત સમસ્યાઓ માટે એક પ્રાકૃતિક ઉપાય તરીકે ઓળખાય છે. જો તમે તમારી સુંદરતા જાળવી રાખવા માટે કેમિકલવાળા પ્રોડૉક્ટ્સનો ઉપયોગ નથી કરવા માંગતા, તો અશ્વગંધાનો ઉપયોગ કરી શકો છો…

ફાઇન લાઇન્સનો ઇલાજ

કરચલીઓ અને ડ્રાયનેસ માટે અશ્વગંધા એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. તેના એન્ટીઑક્સીડેન્ટ ગુણ ત્વચાને મુક્ત કણોથી બચાવવામાં મદદ કરે છે, જે તમારી ત્વચાના ડીએનએને નુકશાન પહોંચાડીને સમયથી પહેલા વૃદ્ધ બનાવી શકે છે.

કેવી રીતે મેળવશો ચમકતી ત્વચા?

અશ્વગંધા DHEA (ડીહાઇડ્રોએપિઅંડ્રોસ્ટેરોન)ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, જે શરીરની એડ્રિનલ ગ્રંથીઓ દ્વારા નિર્મિત એક હોર્મોન છે. આ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના ઉત્પાદન કરવામાં મદદ કરે છે અને સ્કિનમાં નેચરલ ઓઇલના ઉત્પાદનને ઝડપી બનાવે છે. અશ્વગંધા હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે મહત્ત્વપૂર્ણ પ્રોટીનના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે. તેમાં એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, ખીલના ઇલાજમાં અસરકારક હોય છે.

સ્વસ્થ વાળ માટે

માનવામાં આવે છે કે અશ્વગંધા સ્કેલ્પમાં સર્ક્યુલેશનમાં સુધારો કરી શકે છે, જેનાથી વાળ હેલ્ધી બને છે અને તેનો ગ્રોથ પણ વધે છે. અશ્વગંધા ડેન્ડ્રફથી પણ છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે અશ્વગંધા પાઉડરનો મોટાભાગે શેમ્પૂ અને કન્ડીશનરમાં ઉપયોગ કરવામાં આવે છે.

સફેદ વાળ કાળા બનાવશે

આ ઉપરાંત, અશ્વગંધા મેલેનિનના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે, જે વાળના રંગ માટે જવાબદાર હોય છે. આ ક્ષમતાના કારણથી જ અશ્વગંધા સમય પહેલા સફેદ થતા વાળને કાળા કરવાની ક્ષમતા ધરાવે છે.

અશ્વગંધાનો ઉપયોગ કેવી રીતે કરશો? 

અશ્વગંધા તમને કેપ્સૂલ, પાઉડર અથવા અર્કના સ્વરૂપમાં મળી શકે છે. તેનો ઉપયોગ સૂકું આદુ અને લીંબૂ સાથે લિક્વિડ અથવા પાઉડર બનાવીને કરી શકો છો.

અશ્વગંધા લેવાના સાઇડ ઇફેક્ટ્સ

અશ્વગંધા લેવાની કોઇ પ્રમાણભૂત માત્રા નથી. પરંતુ કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે તેનો ઉપયોગ 450 મિલીગ્રામથી લઇને 2 ગ્રામ સુધી પાઉડર તરીકે કરી શકાય છે.

સામાન્ય રીતે ઓછીથી મધ્યમ માત્રામાં અશ્વગંધાનું સેવન સુરક્ષિત માનવામાં આવે છે. જો કે, ગર્ભવતી મહિલાઓએ અશ્વગંધાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ કારણ કે તેનાથી વહેલા ડિલિવરી થઇ શકે છે.

Back To Top