Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

વાસ્તુ અનુસાર આ વસ્તુઓ ઘરમાં ન રાખતા, જો રાખશો તો બિમારીઓ તમારો પીછો નહી છોડે…

વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ, સ્થાન અને ખૂણાને પોતાનું એક અલગ મહત્ત્વ હોય છે. વાસ્તુ અનુસાર, ઘરમાં વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ વાસ્તુ અનુસાર વસ્તુઓ ન હોવાથી ઘરમાં વાસ્તુ દોષ પણ આવી શકે છે અને તેના કારણે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. વાસ્તુ અનુસાર, ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જાણો, કઇ વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઇએ.

ખંડિત મૂર્તિ :-

વાસ્તુ અનુસાર, ઘરમાં ખંડિત મૂર્તિ ન હોવી જોઇએ. ખંડિત મૂર્તિ વાસ્તુ દોષને જન્મ આપે છે. કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિ રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. જો તમારા ઘરમાં દેવી-દેવતાઓની ખંડિત તસવીર અથવા મૂર્તિઓ છે તો તેને તાત્કાલિક હટાવી દો.

તૂટેલુ ડસ્ટબિન :- 

ઘરમાં ક્યારેય પણ તૂટેલું ડસ્ટ્બીન ન રાખો. વાસ્તુ અનુસાર, જે ઘરમાં ડસ્ટબિન તૂટી-ફૂટી પરિસ્થિતિમાં હોય છે, તે ઘરમાં કોઇને કોઇ બીમારી આવતી રહે છે અને ઘરના સભ્ય મોટાભાગે બીમાર રહે છે.

તૂટેલો-ફૂટેલો સામાન :- 

વાસ્તુ અનુસાર, ઘરમાં તૂટેલો-ફૂટેલો સામાન રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને તેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે. એટલા માટે ઘરમાં કોઇ પણ તૂટેલો સામાન ન રાખવો જોઇએ. જો રસોડામાં તૂટેલા-ફૂટેલા વાસણ અથવા ડબ્બા રાખ્યા છે તો તેને પણ હટાવી દો.

સુકાઇ ગયેલો છોડ :-

ઘરમાં સુકાઇ ગયેલા અથવા કાંટાદાર છોડ ન રાખો. વાસ્તુ અનુસાર, સુકાઇ ગયેલા અથવા કાંટાદાર છોડ લગાવવાની અસર વૃદ્ધ સભ્ય પર પડે છે અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.

જૂના પેપર :- 

વાસ્તુ શાસ્ત્રમાં ફાટી ગયેલી પુસ્તકો અથવા જૂના ન્યૂઝ પેપર રાખવાની મનાઇ કરવામાં આવી છે. વાસ્તુ અનુસાર, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે જેના કારણે ઘરમાં લોકો હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે. જો તમારા ઘરમાં પણ ફાટી ગયેલી પુસ્તક છે તો તેને હટાવી દો અથવા કોઇને દાન કરી દો.

મુખ્યદ્વારની સામે મંદિર :- 

ઘરનું મંદિર ક્યારેય પણ મુખ્યદ્વારની સામે ન રાખવું જોઇએ. કહેવામાં આવે છે કે મુખ્યદ્વારની સામે મંદિર રાખવા પર તેમાં દેવી-દેવતાઓનો વાસ થતો નથી અને ઘરના સભ્ય હંમેશા બીમાર રહે છે.

Back To Top