લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તનુજ મહાશબ્દે બબીતાજીના પતિ ‘અય્યર’ ની ભૂમિકા નિભાવે છે અને તે ઘણો પ્રખ્યાત પણ છે. તેના દક્ષિણ ભારતીય ઉચ્ચાર સાથે તે પ્રેક્ષકોના દિલ જીતતો આવ્યો છે.
ભલે તારક મહેતા શોમાં તે પરિણીત પુરુષનો રોલ કરતો હોય પણ રિયલ લાઈફમાં તનુજ અપરિણીત છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે આવતા વર્ષ 2021 સુધીમાં લગ્ન કરી લેશે. તેમણે મુનમુન દત્તા સાથે કેવા સંબંધો છે એના વિશે પણ વાત કરી હતી.
તજુને વાત કરતાં કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે સિરીયલમાં મારી અને મુનમુનની જોડીને પ્રેક્ષકો ખૂબ પસંદ કરે છે, પરંતુ રિયલ લાઈફમાં અને બંને પ્રોફેશનલ કલાકારો છીએ.
જેવું જ અમારું શૂટ ખત્મ થાય એટલે એ એના રસ્તે અને હું મારા રસ્તે. અમે સારા મિત્રો છીએ. જ્યાં સુધી લગ્નની વાત છે જો ભગવાનની ઇચ્છા હશે તો હું ચોક્કસપણે આવતા વર્ષે એટલે કે 2021માં લગ્ન કરીશ.
શોનું પાત્ર દયા બેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણીના શોમાં પાછી ફરશે કે કેમ એના વિશે તેણે કહ્યું કે, અમે એ પણ સાંભળ્યું છે કે દિશા શોમાં પાછા ફરવા જઇ રહી છે અને સાચું કહું તો હું આ સમાચારને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.
તેનું બાળક નાનું છે અને ઉપરથી કોરોનાનો ભય છે તેથી તેણે શૂટિંગમાં હાલ ન આવવાનું અંતર રાખ્યું હતું. અમે બધા તેને સેટ પર મિસ કરી રહ્યા છીએ. આ શોમાં દયા બેનની જગ્યા ક્યારેય કોઈએ નથી લીધી. હવે તે પાછી આવશે ત્યારે અમને ખૂબ આનંદ થશે.
ઉલ્લેખનીય છે કે તનુજ સાઉથ ઈન્ડિયન નથી પણ તે મધ્ય પ્રદેશનો છે. તે ઈન્દોરના દેવાસનો રહેનાર છે. શરૂઆતમાં તનુજ તારક મહેતા શોમાં લેખનનું કામ કરતો હતો.