Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ ગુજરાતી બિઝનેસમેને વગર માર્કેટિંગે મલ્ટીનેશનલ કંપનીઓને છોડી દીધી પાછળ, આજે હજારો કરોડનું સામ્રાજ્ય ઉભી કરી દીધું

જ્યારે વેફર શબ્દ આવે છે, ત્યારે પ્રારંભિક વસ્તુ જે મનમાં આવે છે તે બાલાજી છે. નમકીનની સ્વાદિષ્ટ દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સ લોકોની લોકપ્રિય પસંદગી બની છે. બાલાજી વેફર્સે પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને થમ્બ્સ અપ આપ્યું છે.

બાલાજીના ખંતીલા માલિક ચંદુભાઈ વિરાણીએ આજે ​​કરોડો ડોલરનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. ચંદુભાઈ અબજોપતિ હોવા છતાં જમીન પર ખેતી કરે છે. તે હજી પણ જૂના પરિચિતો સાથે સમય વિતાવે છે અને લગ્નોમાં હાજરી આપે છે, સાથે ડ્રિંક કરે છે, તેમજ પોતાના માટે વેફર બનાવીને તેના પરિવારના બાળકોને ખવડાવે છે. આ ચંદુભાઈ વિરાણીનું બીજું પાસું છે એવી આશા સાથે કે તમને લાગશે કે આ માણસ ખરેખર જાણવાની વ્યક્તિ છે.

આજે, નમકીનના વૈશ્વિક બજારમાં ઘણા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વ્યવસાયો છે. આ સંદર્ભે ગુજરાતની બાલાજી વેફર્સે એક અનોખો વિસ્તાર અને બ્રાન્ડ નેમ સ્થાપિત કરી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓ બાલાજી વેફર્સ ખરીદવા માટે ધસારો કરી રહી છે. બાલાજી વેફર્સની શરૂઆત નાની રીતે થઈ હતી અને હાલમાં વેફરના રૂપમાં બાલાજીનો કોઈ વિકલ્પ નથી. તેની આવક 1800 કરોડથી વધુ છે

જાણીતા વેપારી ઉદ્યોગસાહસિક હોવા છતાં, બાલાજી વાઈફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના પગ જમીન પર છે. ચંદુભાઈના કથન મુજબ, તેઓ જ્યારે નાનપણમાં હતા ત્યારે તેઓ મિત્રો સાથે નદીઓના કિનારે તરતા અને વૃક્ષો પર ચડવાની રમતો પણ રમતા. તે આજ સુધી તેના મિત્રોના સંપર્કમાં છે. તેઓ જ્યારે રાજકોટ આવે છે ત્યારે તેઓ ચંદુભાઈને ઓળખ્યા વિના ક્યારેય જતા નથી. ચંદુભાઈ તેમના નાના-મોટા પ્રસંગોમાં પણ ભાગ લે છે.

એટલું જ નહીં તેમના પ્રસંગમાં પરિવારના સભ્યની જેમ રાસ-ગરબામાં સામેલ થઇ જાય છે. ગામડામાં જે રીતે રાસ રમાય એ રીતે જ કાઠિયાવાડી રાસ રમતા જોઈને લોકોને નવાઈ લાગે છે. તેમને ટ્રેડિશનલ રાસનો શોખ છે, બાકી બીજો કોઈ ખાસ શોખ નથી. તેઓ એકદમ સરળ રીતે રહેવામાં માને છે. ચંદુભાઈ કહે છે કે, મિત્રો એ મિત્રો હોય છે. પૈસા આવ્યા એટલે હું તેમને છોડી દઉં એ યોગ્ય નથી. તેઓ મને ફોન કરે, હું પણ ફોન પર તેમના સંપર્કમાં રહું છું.

બહુ ઓછા લોકો જાણતા હશે કે એક સમયે તેઓ રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરતા હતા. ચંદુભાઈ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી અને સામાન્ય લોકો સાથે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તે છે. ભૂતકાળને વાગોળતા તેઓ કહે છે કે, જ્યારે એસ્ટ્રોનમાં નોકરી કરતો હતો એ સમયે મારી સાથે

વિજયભાઈ શાહ નોકરી કરતા હતા અને ચંદુભાઈ ઠક્કરની રેકડી હતી. આજે પણ આ બંને સાથે ઘરે જઈને જમવાના સંબંધ છે. વિજયભાઈને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન છે અને ચંદુભાઈ સેન્ડવિચની દુકાન ચલાવે છે. તેઓ એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં જોડાયા ત્યારે સૌ પહેલા 1974-1982 સુધી બહારથી વેફર લાવીને કેન્ટીનમાં વેચતા હતા.

1982થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી. પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા ન હતા અને વિચારતા કે આ ક્યારે બનેલી હોય. રાજકોટમાં એ સમયે ગોરધનદાસ તાવડો રાખીને વેફર વેચતા હતા. ધીમે ધીમે અમારું વેચાણ વધ્યું તો આસપાસની દુકાનોમાં સપ્લાઇ શરૂ કરી અને પછી આખા શહેરમાં વેચાવા લાગી. વેચાણ વધતાં લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી અને બેંક લોન લઈને પ્રોડક્શન શરૂ કર્યું. તેમના ભાઈ કનુભાઈને ટેક્નિકલ સમજ હતી

એટલે 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો અને આજે હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓનાં સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે.

બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 5000 કર્મચારી જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારીઓ નથી, પણ પરિવાર સમાન છે. તેમની નીતિ પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફના કોઈને પણ ક્યારેય માગવા આવવું જ ન પડે એટલું તેમને આપી દે છે. તેઓ માને છે કે કર્મચારીએ માગવા આવવું પડે એ આપણી ઉણપ છે.

કર્મચારીઓને તેઓ કમાઉ દીકરા માને છે. બાલાજી વેફર્સ ગ્રૂપ સ્ત્રી સશક્તિકરણની એક મિસાલ છે. કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે, પુરુષની સરખામણીએ મહિલામાં એકાગ્રતા વધારે હોય છે. તેમજ આપણી સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈની રાણી કહેવાય છે. તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવે છે.

એક સમયે પેપ્સિકોએ તબક્કાવાર બાલાજી વેફર્સ ખરીદવાની ઓફર કરી હતી. બરાક ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા અને તેમની સાથે પેપ્સિકોનાં સીઈઓ ઈન્દ્રા નુયી પણ હતા. તેમણે ચંદુભાઈને મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓ સ્વમાન ખાતર ન ગયા. મહત્વની વાત એ છે

કે આજના ગળાકાપ સ્પર્ધાના જમાનામાં પણ ચંદુભાઇ માર્કેટિંગ કરતાં નથી. માર્કેટિંગ ટીમને સેલ શબ્દ બોલવાની પણ મનાઇ છે. છતાં આટલો ગ્રોથ શા માટે? પ્રશ્નનો જવાબ આપતાં ચંદુભાઇ કહે છે, માર્કેટિંગની જરૂર જ નથી. અમે માગ પ્રમાણે પ્રોડકશન વધારતા જઇએ છીએ. માગ ઊભી કરાવવાના પ્રયત્નો કરતા નથી. અમારી માર્કેટિંગની ટીમે ડીલરને સમયસર માલ પહોંચી જાય એટલું જ કરવાનું છે. તેમાં કોઇ ફરિયાદ ન આવવી જોઇએ.

ચંદુભાઇને મળો ત્યારે લાગે કે આટલો સાલસ અને નિખાલસ માણસ કઇ રીતે કટ્ટર કોમ્પિટિશનમાં સફળ રહી શક્યો હશે ? કદાચ, એ નિખાલસતા જ તેની સફળતાની ગુરુચાવી છે. ચંદુભાઇ હરીફ કંપનીઓના કર્મચારીઓને પણ હોંશપૂર્વક પોતાની ફેક્ટરી અને મશીનો સાથે રહીને બતાવે છે. અહીં બદ્ધું જ ખૂલ્લું છે. ચંદુભાઇને પોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ છે, પોતાની મહેનત પર વિશ્વાસ છે.

હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3,300 કરોડના માલિક છે.

Back To Top