આ 5 લોકોની ક્યારેય ન કરો મિત્રતા, નહીં તો થઈ જશો બરબાદ…

પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી યુદ્ધ લડ્યા હતા પરંતુ પાંડવો પ્રત્યે તેમને અપાર લાગણી હતી. એટલા માટે  જ તેમણે મૃત્યુ પહેલા જીવનનો સાર યુધિષ્ઠીરને જણાવ્યો હતો. તેમણે મિત્ર કેવો હોવો જોઈએ તે સંદર્ભમાં આ વાત કહી હતી. જે આજે પણ એટલી જ સાશ્વત છે.

મહાભારતનું યુદ્ધ મિત્રતા અને શત્રુતાની પરિભાષા પર લડાયું હતુ. કૌરવ અને પાંડવ બંનેના મિત્રોએ તેમને યુદ્ધમાં મદદ કરી હતી. આ જ સંદર્ભમાં પિતામહ ભીષ્મે જણાવ્યું હતું કે કેવા સ્વભાવના વ્યક્તિને મિત્ર ન બનાવવો જોઈએ.

1. જે વ્યક્તિને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય અને વિવેકહિન હોય તેને મિત્ર ક્યારેય ન બનાવવો જોઈએ. આવા લોકોમાં સત્ય પરાયણતા, ન્યાય, દયા અને ચરિત્ર જેવા ગુણ નથી હોતા. આવા લોકો પોતાનું તો પતન કરે જ છે પરંતુ તેનો સાથ આપનારને પણ અધમના રસ્તે લઈ જાય છે.

2. આળસુ વ્યક્તિની પણ મિત્રતા ન રાખવી જોઈએ. આવા લોકો મહેનત કરતા નથી જેના કારણે તેઓ હંમેશા સમસ્યામાં જ રહે છે.

3. કપટી લોકો સાથે પણ મિત્રતા ન રાખવી. આવા લોકો બોલે છે કંઈ અલગ અને આચરણમાં અલગ વસ્તુ હોય છે. આવા લોકો સૌથી પહેલો દગો પોતાના  મિત્ર સાથે જ કરે છે.

4. જે લોકો કોઈપણ પ્રકારનો નશો કરવા ટેવાયેલા હોય તેમને પણ મિત્ર ન બનાવવા જોઈએ. આવા લોકો મિત્રોને પણ વ્યસની બનાવી દે છે.

5. ક્રોધી વ્યક્તિનો પણ સાથ ન આપવો જોઈએ. જે લોકો ક્રોધી હોય તેમનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેમના શત્રુઓની સંખ્યા વધારે હોય છે અને તેનાથી તેના મિત્રોને પણ જોખમમાં મુકાવું પડે છે.

Back To Top